Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

વડોદરામાં ધારાસભ્ય મધુશ્રીવાસ્તવના પુત્ર દીપક શ્રીવાસ્તવનો બળવો:અપક્ષ ઉમેદવારી નોંધાવી : કહ્યું - હું ભાજપને હરાવીશ

દિપક શ્રીવાસ્તવે 2015માં વોર્ડ નંબર 15માંથી ભાજપની ટિકિટ પરથી જીત મેળવી હતી

વડોદરા : ભાજપના ટિકિટ આપવા કડક નિયમો સામે વડોદરામાં ધારસભ્ય મધુશ્રીવાસ્તવના પુત્ર દીપક શ્રીવાસ્તવે ખુલ્લો બળવો કર્યો છે  દીપકે ભાજપને હરાવવાનો હુંકાર પણ ફેંકી દીધો છે સાથે જ સવારે વોર્ડ ન, 15માંથી અપક્ષ  ઉમેદવારી માટે પણ સમર્થકો સાથે પહોંચી ગયા હતા. મધુશ્રીવાસ્તવને પાછલા બારણે પુત્રને ટિકિટ મળવાની સંભવના હતી. પરંતું છેલ્લે સુધી પક્ષ તરફથી રિસ્પોન્સ ન મળતા દીપકે અપક્ષ તરીકે લડવાની જાહેરાત કરી હતી

   વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે ટિકિટ ના આપતાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપક શ્રીવાસ્તવે નારાજગી વ્યક્ત કરી હતી. દીપકે હુંકાર કર્યો કે, હું ભાજપને હરાવીશ અને હું જ જીતીશ. વાઘોડિયાના ઘારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપક શ્રીવાસ્તવે અપક્ષ તરીકે ફોર્મ ભરી ભાજપ હાઈકમાન્ડને લીધો પડકાર ફેંક્યો હતો

દીપક શ્રીવાસ્તવે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 2015માં વોર્ડ નંબર 15માંથી ભાજપની ટિકિટ પરથી જીત મેળવી હતી પણ ભાજપના નવા નિયમ પ્રમાણે પિતા પાસે પક્ષની જવાબદારી હોવાથી ટિકિટ નહીં

ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પણ પુત્રનું પત્તુ કપાતાં નારાજ છે. છતાં તેમણે જણાવ્યું હતું કે પક્ષની યાદીમાં નામ ન હોવા છતાં પણ દીપક ભાજપ તરફથી ફોર્મ ભરશે. દીપકના સ્થાને ઉતારેલો ઉમેદવાર 302નો આરોપી હોવાનો આક્ષેપ તેમણે લગાવ્યો છે. પુત્ર દીપક કાર્યદક્ષ હોવા છતા તેને ટિકિટ ન અપાતા પોતે નારાજ હોવાનું તેમણે જણાવ્યું. હતું

   મધુ શ્રીવાસ્તવે જણાવ્યું કે પાર્ટીમાં હવે નવા-નવા માણસો આવ્યા છે અને પાર્ટીને સુધારવાના પ્રયાસ કરી રહ્યા છે, એના વિશે તો વિરોધ નથી કરી શકતો. પણ એટલું તો કહી શકું કે થોડી નારાજગી છે. મારો દીકરો પહેલા અપક્ષ ચૂંટણી જીત્યો હતો. પછી ભાજપે ટિકિટ આપી તો વડોદરા શહેરમાં લીડ સૌથી વધુ અને ગુજરાતમાં બીજા નંબરે સૌથી વધુ લીડ હતી. તેને ટિકિટ ન મળતા હું નારાજ છું.

(12:44 pm IST)