Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

સુરતમાં કોંગ્રેસમાં કકળાટ:ટિકિટ નહીં મળતા કાર્યકરો વિફર્યા :કાર્યાલયમાં તોડફોડ:પૂર્વ પ્રમુખ ધરણામાં બેઠા

આયાતી ઉમેદવારોને ટિકિટ આપતા ભારે રોષ :પૂર્વ પ્રમુખ શંભુ પ્રજાપતિ કૉંગ્રેસ કાર્યાલયની બહાર ધરણાં પર બેઠા

સુરત : મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે ત્યારે સુરત કૉંગ્રેસમાં કકળાટ થયો છે કાર્યલયમાં ભારે હંગામો મચ્યો છે વિફરેલા કાર્યકરો દ્વારા કાર્યાલયમાં તોડફોટ કરવામાં આવી છે

આ અંગે મળતી વિગત મુજબ કૉંગ્રેસના કાર્યકરોએ પોતાના નામની છેલ્લે સુધી રાહ જોઇ પરંતુ અંતે પક્ષે આયાતી ઉમેદવારો એટલે કે ભાજપમાંથી આવેલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવતા કાર્યાલયમાં તોડફોડ કરીને કાર્યકર્તાઓએ પોતાનો રોષ વ્યક્ત કર્યાનું કહેવાઇ રહ્યું છે. જેના કારણે કૉંગ્રેસમાં પણ ખળભળાટ મચી ગયો છે

કાર્યકર્તાઓમાં ટિકિટ વહેંચણી અંગે ભારે નારાજગી વ્યાપી રહી છે. સુરત શહેરના પૂર્વ પ્રમુખ શંભુ પ્રજાપતિ કૉંગ્રેસ કાર્યાલયની બહાર ધરણાં પર બેઠા છે. કૉંગ્રેસ બચાવોના અભિયાન સાથે તેઓ ધરણાં પર બેઠા

(11:33 am IST)