Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

સાબરકાંઠાના પ્રાંતિજના મજરા પાસે ત્રિપલ અકસ્માત કારમાં બ્લાસ્ટ : ત્રણ કાર બળીને ખાખ : મહિલાનું મોત

કારમાંથી ન નિકળી શકતા મહિલાનુ મોત : ચાર લોકોની હાલત ગંભીર

સાબરકાંઠાના પ્રાંતિજના મજરા પાસે અકસ્માત થયો છે. એક સાથે ત્રણ ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાતા એનું મોત થયું છે અને ચાર લોકોને ગંભીર ઈજાઓ થઈ છે.

આ ત્રીપલ અકસ્માત બાદ CNG કારમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટના પગલે ત્રણ ગાડીઓ બળીને ખાખ થઈ ગઈ છે. અકસ્માત એકનું મોત થયું છે જ્યારે ચાર લોકોની હાલત ગંભીર છે. કારમાંથી ન નિકળી શકતા મહિલાનુ મોત થયું છે.

પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે

(11:24 am IST)