Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

રાજપીપળા સફેદ ટાવર પાસે ફોરેસ્ટ રેન્જર કોલેજની ગાડી રોડ વચ્ચે ઉભી રાખતા ટ્રાફિક જામના દ્રશ્યો

ટ્રાફિક જામમાં ફસાયેલા અન્ય વાહન ચાલકોએ ગાડીમાં બેઠેલા વ્યક્તિને ખખડાવી કાયદાનું પાલન કરવા જણાવ્યું : કાયદો ફક્ત આમ જનતા માટે જ બનાવ્યો છે..?! તેવા સવાલ ઉઠ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં સાંકડા માર્ગો અને વધતા વાહનોના કારણે છાસવારે ટ્રાફિક જામ થતો જોવા મળે છે જોકે એમાં ખાસ આડેધડ પાર્ક કરેલા ફોર વ્હીલ વાહનોના કારણે આ સમસ્યા વધુ જોવા મળતી હોય છે.આજે બપોરે રાજપીપળાના ગીચ ટ્રાફિક વાળા સફેદ ટાવર વિસ્તારમાં રાજપીપળા ફોરેસ્ટ રેન્જર કોલેજના પ્રિન્સિપાલના લાલ બોર્ડ વાળી એક ગાડી રસ્તા પર જ પાર્ક કરી ચાલાક ક્યાંક ગયો હોય ગણતરીની મિનિટો માં આ જગ્યાએ ટ્રાફિક જામ સર્જાયું હતું ત્યારે આમ સરકારી વાહનો કાયદાનું પાલન ન કરતા હોય તો કેમ આવા વાહન ચાલકો પાસે પોલીસ દંડનીય કાર્યવાહી કરતી નથી..? શું આમ જનતા માટે જ કાયદો બનાવ્યો છે તેવા સવાલો આજે ઉદ્દભવ્યા હતા.
જોકે ટ્રાફિક જામમાં ફસાયેલા કેટલાક વાહન ચાલકોએ રેન્જર કોલેજની આ ગાડીમાં બેઠેલા અન્ય વ્યક્તિને ગાડીના ચાલકને બોલાવી પાછળ ખુલ્લી જગ્યામાં પાર્કિંગ કરવા બાબતે ઠપકો આપ્યો હતો ત્યારે સવાલ એ થાય છે કે આવા ભરચક વિસ્તારમાં સરકારી વાહન મુકનાર ચાલક સામે કેમ હજાર ટ્રાફિક જવાનો કે કોઈ એ રોક લગાવી નહિ..? લાલ બોર્ડ વાળી સરકારી ગાડીઓ લઈ નિકળતા ચાલકોની મનમાની કેમ ચલાવી લેવાય છે..?નર્મદા પોલીસ વડા આ બાબતે તેમના દરેક પોઇન્ટ પર હાજર સ્ટાફને કાયદાનો કડક અમલ કરાવવા સુચના આપી કાયદો દરેક માટે સમાન હોવાની સૂચના આપે તે જરૂરી છે.

(11:11 pm IST)
  • જામનગર: મહાનગરપાલિકાની ચૂંટણી માટે અત્યારસુધી કુલ 87 ફોર્મ ભરાયા:અત્યાર સુધીમાં કુલ 79 ઉમેદવારોએ કુલ ફોર્મ ભર્યા: કાલે ઉમેદવારી કરવાનો છેલ્લો દિવસ છે.:ભાજપના મોટાભાગના ઉમેદવારોના ફોર્મ રજૂ કરવાના બાકી: ઉમેદવારો 79 છે પરંતુ અમુક ઉમેદવારે ફોર્મ ભર્યું હોય એટલે 87 ફોર્મ થાય છે access_time 9:34 pm IST

  • જામનગર: શહેર પ્રમુખ રવિ પડ્યાને એનસીપીમાંથી બરતરફ કરાયા: ભાજપને ફાયદો કરાવવાના આક્ષેપ સાથે બરતરફ કરાયા: NCP દ્વારા પ્રદેશ પ્રમુખે પક્ષમાંથી બરતરફ કર્યા access_time 8:20 pm IST

  • તેંડુલકરના કટ આઉટ ઉપર કાળી શાહી રેડી : કૃષિ કાનૂનનો અંગે આંતરરાષ્ટ્રીય પ્રતિભાઓ દ્વારા થયેલા ટ્વીટ ઉપર પોતાનું ટ્વિટ કરનાર સચિન તેંડુલકરના કટ આઉટ ઉપર કેરળના કોચી ખાતે ઇન્ડિયન યુથ કોંગ્રેસના સભ્યોએ કાળી શાહી રેડી હતી અને પોતાનો રોષ દર્શાવ્યો હતો. access_time 2:29 pm IST