Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

રાજપીપળા તથા ગરૂડેશ્વર પો.સ્ટે.ના ચોરીના બે ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપી પાડતી નર્મદા પોલીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહની સુચના મુજબ નર્મદા જીલ્લાના નાસતા-ફરતા આરોપી ઓને પકડવા તેમના રહેણાંક તથા આશ્રય સ્થાનો તથા બાતમીદારોથી ઝડપી પાડવા મધ્યપ્રદેશ ખાતે સી. એમ.ગામીત,પો.સ.ઇ.કેવડીયા તથા તેમની ટીમને મધ્યપ્રદેશ ખાતે મોકલી હોય જે દરમ્યાન સી.એમ. ગામીત પો.સ.ઇ.કેવડીયા તથા તેમની ટીમ મારફતે રાજપીપળા પો.સ્ટે.તથા ગરૂડેશ્વર પો.સ્ટે.ના ચોરીના ગુનામાં નાસતો ફરતો રાજુ ભંગડીયાભાઇ તોમર( રહે.આમખુટ તા.કઠીવાડા જી.અલીરાપુર (મધ્યપ્રદેશ)ને ઝડપી રાજપીપળા પો.સ્ટે.તથા ગરૂડેશ્વર પો.સ્ટે માં સોંપી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે

(11:13 pm IST)