Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

જુગારિયાઓનો સફાયો કરતી ધરમપુર પોલીસ

વલસાડ એસપી રાજદિપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન મુજબ ધરમપુરના પીએસઆઇ એ. કે. દેસાઇએ જુગારિયાઓને જૈર કરવાની કવાયત હાથ ધરી

(કાર્તિક બાવીશી દ્વારા) વલસાડ : ધરમપુરમાં ચાલી રહેલી જુગારની બદીને નાથવા ધરમપુર પોલીસે કમર કસી છે. તેમણે જુગારના વિવીધ અડ્ડા પર દરોડા પાડવાની કવાયત હાથ ધરી છે. જેમાં તેમણે ચકલી પોપટના જુગારના અડ્ડા પર દરોડો પાડી રૂ. 14,090 રોકડા સાથે 3 જુગારિયાઓને પકડી પાડ્યા હતા. વલસાડ એસપી રાજદિપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન મુજબ ધરમપુરના નવા નિમાયેલા પીએસઆઇ એ. કે. દેસાઇએ જુગારિયાઓને જૈર કરવાની કવાયત હાથ ધરી છે. જેમાં તેમણે ગત મોડી સાંજે આંબા તલાટ આમલી ફળિયા ક્રિકેટ ગ્રાઉન્ડની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં જઇ દરોડો પાડ્યો હતો. જ્યાં દિપક ખુશાલ વાહુત, મનિષ લખમુ ગોભાલ અને જગદીશ છગન માહલા ચકલી પોપટનો જુગાર રમતા પકડાઇ ગયા હતા. જેમની પાસેથી ધરમપુર પોલીસે રૂ. 25690 કબજે લીધા હતા. તેમજ જુગારની સામગ્રી પણ કબજે લઇ તેમની વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા

(10:33 pm IST)