Gujarati News

Gujarati News

News of Thursday, 6th February 2020

સુરતમાં ઉદ્યોગકારોની મનમાનીના કારણે કોર્પોરેશનના કમિશનર બંછાનિધી પાનીની લાલ આંખ

સુરત : સુરતના વિકાસમાં ઉદ્યોગોનો મોટો ફાળો છે પણ કેટલાક ઉદ્યોગકારોની મનમાનીને કારણે મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીને લાલ આંખ કરવાની ફરજ પડી છે.

આ મામલાની વિગતો જોઈએ તો સુરતની વિખ્યાત પાંડેસર જીઆઇડીસીને મનપા પાણી પુરું પાડે છે. મનપા દ્વારા નદીનું પાણી 23 રૂપિયા પ્રતિ કિલોલીટરના ભાવે અને ટ્રિટમેન્ટ કરેલું પાણી 28.58 રૂ. પ્રતિ કિલોલીટરના ભાવે આપવામાં આવે છે. જોકે કેટલાક ઉદ્યોગકારો ટ્રિટમેન્ટ કરેલું પાણી લે છે પણ પૈસા સાદા પાણીના ચૂકવે છે. આમ, લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે આ ઉદ્યોગકારોએ મનપાને 18 કરોડ રૂપિયા જેટલી મોટી રકમ ચૂકવી નથી.

ઉદ્યોગકારો પાસેથી લેવાની નીકળતી આ રકમ વિશે મનપા કમિશનર બંછાનિધિ પાનીએ કડક વલણ અપનાવ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે તાકીદે પૈસા નહીં ચુકવાય તો કાર્યવાહી કરવામાં આવશે.

(4:30 pm IST)