Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

પાર્સલની પ્લાસ્ટિકની પટ્ટી પર મોદીની તરફેણ શરૂ કરી

સુરતમાં પ્રચારની અનોખી સ્ટાઇલ

સુરત, તા. ૬ : દેશ આખામાં લોકસભાના ઇલેકશનના પડઘમ વાગવા શરૂ થયા છે. ત્યારે સુરતના સાડીના વેપારીઓ દ્વારા નરેન્દ્ર મોદીની તરફેણમાં અનોખી રીતે કેમ્પેન શરૂ કરવામાં આવ્યું છે. નરેન્દ્રમોદીને વોટ આપવાનો સંદેશો આપતી પ્લાસ્ટિકનીપેકેજિંગ પટ્ટી પ્રિન્ટ કરાવીને સાડી અને ડ્રેસ મટીરિયલ્સના પાર્સલને પેક કરવામાં એ વાપરવાની વેપારીઓ દ્વારા શરૂ દેવામાં આવી છે. દેશમાં જયારે જીએસટી લગાડવામાં આવ્યો ત્યારે આ જ વેપારીઓ દ્વારા જીએસટી અને નરેન્દ્ર મોદીનો વિરોધ કરવામાં આવ્યો હતો અને લાંબો સમય આંદોલન પણ કર્યું હતું છતા આ જ વેપારીઓ હવે મોદીની તરફેણમાં આવી ગયા એ નવાઇ પમાડતી વાત છે. જોકે વેપારીઓ એની સ્પષ્ટતા પણ કરે છે.

સુરતના એસોસીએશન ઓફ ડ્રેસ મટીરિયલ પ્રિન્ટીંગના પ્રેસિડન્ટ જગદીશ જરીવાલા કહે છે, 'કોઇ એક સબ્જેકટ પર વિરોધ હોય એનો અર્થ એ નથી કે અમે સર્વાંગી વિરોધમાં છીએ. મોદીએ વડાપ્રધાન તરીકે સારી કામગીરી કરી જ છે અને એ જગજાહેર છે. તેમને વધુ એક તક મળવી જોઇએ.'

પ્લાસ્ટિકની પેકેજિંગ પટ્ટી પર ઇંગ્લીશમાં લખવામાં આવ્યું છે VOTE FOR MODIJI MISSION 2019

સાડી અને ડ્રેસ મટીરિયલ્સના સપ્લાયરને આ પટ્ટી એસોસીએશન દ્વારા ફ્રી આપવામાં આવી છે અને સૂચના પણ આપવામાં આવી છે કે હવે પેકેજિંગમાં આ જ પટ્ટી વાપરવી.(૮.૭)

 

(11:32 am IST)