Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

દુષ્કાળગ્રસ્ત તાલુકામાં ખેડૂતોને ક્રોપ સબસિડી

કૌશિક પટેલ દ્વારા જાહેરાત કરાઈ

અમદાવાદ,તા.૫ : મહેસુલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે દુષ્કાળગ્રસ્ત વિસ્તારોના ખેડૂત ખાતેદારોને સબસિડી ઝડપથી ચુકવવા માટે ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

રાજ્યના ૯૬ તાલુકાઓમાં ૭.૭૩ લાખથી વધુ ખેડૂત ખાતેદારોને ક્રોસ ઇનપુટ સબસિડી પેટે રૂપિયા ૭૬૨ કરોડથી વધની સબિસીડી ચુકવવામાં આવી છે. મહેસુલ મંત્રી કૌશિક પટેલે રાજ્યમાં પ્રવર્તમાન અછતની પરિસ્થિતિ અંતર્ગત કરવામાં આવી રહેલ રાહત કામગીરી અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, અછતગ્રસ્ત  જાહેર કરાયેલા ૫૧ તાલુકાઓમાં પશુઓ માટે આજદિન સુધી ૬૪૮.૬૨ લાખ કિલોગ્રામ ઘાસનું વિતરણ કરવામાં આવ્યું છે. કેટલ કેમ્પમાં હાલમાં કચ્છ જિલ્લામાં કાર્યરત કુલ ૨૩૬ ઢોરવાડામાં ૧.૪૫ લાખથી વધુ પશુઓને આશ્રય આપવામાં આવ્યો છે. મંત્રીએ વધુમાં જણાવ્યું છે કે, અછતગ્રસ્ત જાહેર કરવામાં આવેલા ૧૧ જિલ્લાના ૫૧ તાલુકાઓની ૪૪૪ રજી. ગૌશાળા-પાંજરાપોળમાં આશ્રય લઇ રહેલા ૨.૫૯ લાખથી વધુ પશુઓ માટે પશુ સહાય પેટે રૂપિયા ૩૫.૭૮ કરોડની ચુકવણી કરવામાં આવી છે.

(10:19 pm IST)