Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

ગરુડેશ્વરના નાની રાવલ પાસે અજાણ્યા વાહનની અડફેટે આવતા ઝરખનું મોત

ગરુડેશ્વર તાલુકાના નાની રાવલ પાસે અજાણ્યા વાહનની અડફેટે આવતા ઝરખનું મોત થયું હતું. ગોરા રેન્જના વેન કર્મીઓ તાત્કાલિક દોડી આવી આ ઝરખનું પીએમ કરાવી બાદ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

  વનધારા અધિનિયમ સિડ્યુલ 4 નું પ્રાણી ગણાતું ઝરખ સુલપાણેશ્વરના અભિયારણમાં વધુ સંખ્યામાં છે. જે પાણી અને ખોરાકની શોધમાં રહેઠાણ વિસ્તારોમાં આવી જાય છે. ત્યારે ગત મધ્ય રાત્રીના ગરુડેશ્વર તાલુકાના નાની રાવલ ગામ પાસથી હાઇવે ક્રોસ કરવા જતા આ મોટું ઝરખ કોઈ અજાણ્યા વાહનની અડફેટે આવતા ફંગોળાઈ ગયું હતું. માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સાથે પેટ અને પગના ભાગે પણ ઇજાઓ થતા ઝરખ નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું॰

 આ ઘટનાની જાણ થતા ગોરા રેન્જના આર.એફ.ઓ વિરેન્દ્રસિંહ ધારિયા સહિત તાત્કાલિક વન કર્મીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી ઝરખનું પીએમ કરી જેની અંતિમ ક્રિયા પણ કરી હતી

(8:57 am IST)