Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

રાજ્યમાં વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી

સ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં આ અચાનક પલટો : રાજસ્થાનમાં સક્રિય થયેલી સરકયુલેશન સિસ્ટમ હવે ગુજરાત તરફ વળી :કેટલાક ખેતીના પાકોને નુકશાન થઇ શકે

 

અમદાવાદ ;રાજ્યભરમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે વહેલી સવારે ઝાકળ બાદ બપોર પછી વાતાવરણ ગોરંભાયેલું જોવા મળે છે અને સમીસાંજે કેટલાય સ્થળોએ હળવો વરસાદ થયા છે વરસાદી છાંટાથી કેટલાક ખેતીના પાકોને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે

 

   દરમિયાન આજે પણ રાજયનાં કેટલાંક શહેરોમાં વાતાવરણનો પલટો અનુભવવા મળ્યો હતો. વાદળછાયા વાતાવરણની સાથે-સાથે હજી કેટલાંક હળવા છાંટા વરસે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે.રાજસ્થાનમાં સક્રિય થયેલી સરકયુલેશન સિસ્ટમ હવે ગુજરાત તરફ વળી છે. વાતાવરણ ખેતી માટે નુકસાનકારક સાબિત થઇ શકે.છે.

(10:44 pm IST)
  • બિટકોઈનની લેતી-દેતી ઉપર ટેકસ ભરવો પડશે : ફેક કરન્સી ગણાતી બિટકોઈનની લેતી-દેતીથી થયેલી આવક ઉપર ઈન્કમટેક્ષ ભરવો પડશે તેવું સીબીડીટી ચેરમેન સુરતલચંદ્રએ જણાવ્યુ access_time 6:28 pm IST

  • વડોદરાના ખોખર ગામે ચૂંટણી જીતી ગયેલ સરપંચ પર પથ્થરમારો : હારેલા ઉમેદવારોના ટેકેદારોએ પથ્થરમારો કર્યો : સાવલીના ખોખર ગામની ઘટના access_time 6:04 pm IST

  • ઉત્તરાખંડના ભાજપના મુખ્યમંત્રી હરીશ રાવત ૯ મહિનામાં ૬૮ લાખ રૂપિયાની ચા ગટગટાવી ગયા છે : આરટીઆઈમાં જાણ કરવામાં આવી છે access_time 5:34 pm IST