Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

શપથવિધિમાં બાકી ધારાસભ્યોને કાર્યકારી અધ્યક્ષ ડો.નીમાબેને ચેમ્બરમાં લેવડાવ્યા શપથ :પુરુષોત્તમ સોલંકી ગેરહાજર

મહેશ પટેલ,અશ્વિન કોટવાલ,જગદીશ પંચાલ,ગ્યાસુદીન શેખ,વિભાવરીબેન દવેએ શપથગ્રહણ કર્યા :દંડક,સચિવ અને અધિકારીઓ રહ્યાં ઉપસ્થિત

ગાંધીનગર :રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ધારાસભ્યો ચૂંટાયા અને ચૂંટાયા બાદ તેમની શપથ વિધિ સમારોહ યોજાયો હતો પરંતુ તે વેળાએ ગેરહાજર રહેલા સાત ધારાસભ્યોની આજે શપથવિધિ યોજાઈ હતી

  ૧૪મી ગુજરાત વિધાનસભાના ચૂંટાયેલા ધારાસભ્યોનો ધારાસભ્ય તરીકેનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો આ સમારોહમાં બાકી રહેલા ધારાસભ્યોને આજે ગાંધીનગર ખાતે કાર્યકારી અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યએ તેમની ચેમ્બરમાં તેમને શપથ લેવડાવ્યા હતા.

       સ્વર્ણિમ સંકુલ-ર, ગાંધીનગર ખાતે કાર્યકારી અધ્યક્ષની ચેમ્બરમાં પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલ, ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ, નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ, દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ભાવનગર (ગ્રામ્ય)ના ધારાસભ્ય વિભાવરીબહેન દવેએ ધારાસભ્ય તરીકેના હોદ્દાના શપથગ્રહણ કર્યા હતા.

      આ વેળાએ દંડક ભરતસિંહ ડાભી, વિધાનસભા સચિવાલયના સચિવ ડી.એમ.પટેલ અને વિધાનસભાના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જોકે આ દરમ્યાન અહીં એક ધારાસભ્ય કે જેમની શપથ વિધિ બાકી છે તેવા પુરુષોત્તમ સોલંકી આવ્યા ન હતા
 અત્રે ઉલ્લેખનીય છે કે, કોળી સમાજની નારાજગીને પગલે પુરુષોત્તમ સોલંકી લાંબા સમયથી સરકારી બેઠકો સહિતના કાર્યકર્મોમાં હાજર રહેતા નથી.

(8:17 pm IST)