Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

વડોદરામાં સાત બંધ મકાનમાંથી તસ્કરોએ 83 હજારની મતાનો હાથફેરો કર્યો

વડોદરા: શહેરના અટલાદરા-બીલ રોડ પર નવી બંધાયેલી સોસાયટીમાં ગત રાતે સાત બંધ મકાનની વેન્ટીલેશનની બારીના કાચ તોડી તસ્કરો ૮૩ હજારથી વધુની મતાની ચોરી કરી ગયા હતા. અટલાદરા-બીલ રોડ પર નવી બંધાયેલી સોસાયટી અક્ષર પેરેડાઈઝમાં ગત ૩જી તારીખની રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. તેઓએ સોસાયટીના કુલ ૭ બંધ મકાનોની વેન્ટીલેશનની બારીના કાચ તોડી બારીવાટે બાથરૃમમાં પ્રવેશ કર્યો હતો. તેઓએ સાતેય મકાનોનમાં લગાવેલા શાવર,મીક્ષર કોક,અંગેલ કોક અને ફ્લશ કોક તેમજ એક સબમર્સીબલ મોટર સહિત કુલ ૮૬,૩૦૦ની મતાની ચોરી કરી હતી. આ બનાવની સવારે જાણ થતાં બિલ્ડરને માંજલપુર પલોીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
 

(6:38 pm IST)