Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

હિંમનગરમાં જાતી પરીક્ષણની હાટડી માંડીને બેઠેલા ગાયનેકની ધરપકડ

હિંમતનગર : એક તરફ સરકાર દ્વાર ''બેટી બચાવો'' અભિયાન ચલાવી રહી છે. તેવા સમયે એક ગાયનેક ગર્ભ પરીક્ષણ કરતા ઝડપાઇ જતા પોલીસે પુછપરછનો ધમધમાટ શરૂ કર્યો છે.

ગુજરાતમાં દીકરીના જન્મને વધાવવામાં આવી રહ્યો છે અને તેના પરિણામે દીકરી જન્મદર વધ્યો છે. જોકે તેમ છતાં હજી પણ કેટલાક લોકો ગર્ભ પરિક્ષણ કરાવતા હોય છે અને ડોકટર્સ પોતાની નીતિમત્ત્।ા નેવે મૂકીને ગર્ભનું જાતિ પરિક્ષણ કરતા હોય છે આ જ એક ડોકટરની સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. જાતિ પરીક્ષણ કરવાની હાટડી માંડીને બેઠેલો ગાયનેક ડોકટર અશ્વિન નાયક ગર્ભ પરિક્ષણ કરતો હોવાની બાતમી જિલ્લા આરોગ્ય વિભાગને મળી હતી. આ માહિતીને આધારે જિલ્લા આરોગ્ય વિભાગે અશ્વિન નાયકના નર્સિંગ હોમમાં સ્ટિંગ ઓપરેશન કર્યુ હતું. અને તબીબ ગર્ભ પરિક્ષણ કરતો ઝડપાયો હતો. આરોગ્ય વિભાગન ટીમે નર્સિંગ હોમમાં રહેલું સોનોગ્રાફી મશીન સીલ કર્યુ હતું તેમજ ડોકટરનું લાયસન્સ પણ રદ કર્યું હતું.

ે સાબરકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગે આ રીતે પ્રથમ વાર કોઈ નર્સિંગ હોમ પર દરોડો પાડ્યો હતો અને તબીબને ઝડપી પાડ્યો હતો. જિલ્લા આરોગ્ય વિભાગે તપાસ પણ આદરી છે કે અન્ય કોઈ ગાયનેક ડોકટર આ રીતે જાતિ પરિક્ષણનું ગેરકાયદે કામ કરે છે કે નહીં. જો આ રીતે ગેરકાયદે પરિક્ષણ કરતા ડોકટર ઝડપાસે તો આરોગ્ય વિભાગ તેનું લાયસન્સ રદ્દ કરી દેશે. ત્યારે આરોગ્ય વિભાગની આ ઝડપી કાર્યવાહી કારણે હિંમતનગરના અન્ય ડોકટરોમાં પણ ફફડાટ વધ્યો છે. ઉલ્લેખનીય છે કે ગર્ભ પરીક્ષણ દ્વારા છોકરો કે છોકરી છે તે જાણવું ગુનો છે. અને આવી કરનાર અને કરાવનાર બંન્ને અપરાધી ગણવામાં આવે છે.

(4:56 pm IST)