Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

ગુજરાતની ૧૧૮૩ ગ્રામ પંચાયતોની ચૂંટણીનું આજે પરિણામઃ મતગણતરી ચાલુ

ગુજરાતમાં ગ્રામ પંચાયાતોની ચૂંટણી ૪ ફેબ્રુઆરીના રોજ યોજાયા બાદ આજે મતગણતરી છે. રવિવારે ૪ ફેબ્રુઆરીએ રાજયભરમાં ૧૪૨૩ પૈકીની ૧૧૮૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ગુજરાતના મતદારોએ મોટી સંખ્યામાં મતદાન કર્યું હતું. ત્યારે આજે વિવધિ સ્થાનો પર વોટની ગણતરી થઈ રહી છે. મતગણતરી બાદ શું રિઝલ્ટ આવશે તેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.

આ દરમિયાન બનાસકાંઠા ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર. વાવ તાલુકાના ઉમેદપુરા ગામે જગદીશ દેસાઈ જીત્યા, પેડાગડા ગામે ઈન્દુબેન ગઢવી ૩૨ મતે ચૂંટણી જીત્યા.

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના મધવાસ ગામે મણીબેન રાઠોડ સરપંચ તરીકે ચૂંટણી જીત્યા.

અમરેલી બાબરાના નાનીકુડળ ગામે વલ્લભભાઈ મકવાણા જીત્યા

અરવલ્લીનું પરિણામ જાહેર. મેદ્યરજ તાલુકાના ઝરડા ગ્રામ પંચાયતમાં શારદાબેન ખોખરીયા જીત્યા, માલપુરના પરસોડા ગામે કનુભાઈ પંડોર જીત્યા, મોડાસાના ટીંટોઈ ગામે કાદરભાઈ ટીન્ટોઈયા વિજયી બન્યા

સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલ પ્રસિદ્ઘ રૂપાલ ગામે ભગવતીબેન પટેલ ચૂંટણી જીત્યા, બાયડના ગણેસપુરા ગામે કૈલાશબેન પરમારનો અને વારેણામાં અમરતસિંહ પરમારનો વિજય

પંચમહાલના શહેરા તાલુકાના વકતાપુરા ગામે નીરુબેન પટેલ ચૂંટણી જીત્યા, સારડીયા ગામે નંદાબેન ઠાકોરનો વિજય, હાલોલના કાંકરાડુંગરી ગામે કમલેશભાઈ પરમાર વિજયી, ધમાઈ ગામે પ્રવીણભાઈ બારીયાનો વિજય

નવસારીની ચાખલી તાલુકાના કણભઈ ગામે કલ્પનાબેન પટેલનો ૨૪૮ મતોથી વિજય, ગણદેવીના એધલ ગામે કલાબેન દેસાઈ ૨૮૩ મતથી જીત્યા છે, જયારે જૂનાગઢના માણાવદરના ભડુલા ગામે ચંદુભાઈ શેરઠીયાનો વિજય ગાંધીનગરની સઈજ ગ્રામપંચાયતમાં ટાઈ પડી. વોર્ડ નંબર ૩જ્રાક્નત્ન સભ્યોની ચૂંટણીમાં ૩ સભ્યો વચ્ચે ટાઈ પડતા ચિઠ્ઠી ઉછાળીને વિજેતા સભ્યનું નામ જાહેર કર્યું. ચિઠ્ઠી ઉછાળતા મુકેશ ઠાકોર વિજેતા જાહેર કરાયા અંકલેશ્વરના અંદાડા ગામે સરપંચ તરીકે દિપક વસાવા વિજેતા સુરતના ઓલપાડ તાલુકાની પરિયા ગ્રામપંચાયતમાં ભાજપ સમર્થક ઉમેદવાર હર્ષા પટેલનો થયો વિજય અમદાવાદના વિરમગામના ઝૂંડ ગામના સરપંચ તરીકે બેચરભાઇ વાણંદનો વિજય થયો હતો.

સુરક્ષા ની વાત કરીએ તો જિલ્લા પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા માં આવ્યો છે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે સુરક્ષા કર્મીઓ દ્વારા પૂરતી તકેદારી રાખવા માં આવી છે આજે જયારે ગામડાંની સરકાર રચાવા જઈ રહી છે, ત્યારે પોતાના વિજયી સરપંચ ને વધાવવા માટે મતદારો પણ વહેલી સવારથી ગણતરી કેન્દ્ર ખાતે એકઠા થયા છે ટેકેદારોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. ત્યારે આજે બપોર સુધી જિલ્લાની ચૂંટણીના પરિણામ સ્પષ્ટ થઈ જશે તેવી શકયતા છે.

(12:52 pm IST)