Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

રાજ્યમાં ગરમીમાં માર્ચ સુધી વીજબિલ રાહત આપશે જીયુવીએનએલ

ફયૂઅલ સરચાર્જમાં આઠ પૈસાનો ઘટાડો કરતા રાહતઃ માર્ચ સુધી ફયૂઅલ સરચાર્જ પ્રતિ યુનિટ રૂ. ૧.૬૩ વસૂલાશે

અમદાવાદ તા. ૬ : આગામી માર્ચ મહિના સુધી ગરમીમાં રાજયના ૧.ર૦ કરોડ વીજ ગ્રાહકોને ફયૂઅલ સરચાર્જમાં ૮ પૈસાનો ઘટાડો કરાતા રાહત સાંપડી છે. જીયુવીએનએલ દ્વારા જાન્યુઆરીથી માર્ચ સુધી ફયૂઅલ ચાર્જ રૂ.૧.૭૧થી ઘટાડી પ્રતિ યુનિટ રૂ.૧.૬૩ વસૂલવાનો ચારેય વીજ વિતરણ કંપનીઓને પરિપત્ર પાઠવાયો છે.

વર્ષ ર૦૧૭માં ઓકટોબરથી ડિસેમ્બર સુધી રાજયમાં વિધાનસભાની ચૂંટણીઓ હોય આચારસંહિતાના પગલે ગુજરાત ઊર્જા વિકાસ લિમિટેડ દ્વારા બીજા ત્રિમાસિક ગાળા માટે ફયૂઅલ સરચાર્જમાં કોઈ વધારો કે ઘટાડો કરવામાં આવ્યો ન હતો. ડિસેમ્બર સુધી ફયૂઅલ સરચાર્જ પ્રતિ યુનિટ રૂ.૧.૭૧ યથાવત રખાયો હતો. ત્રીજા ત્રિમાસિકગાળા જાન્યુઆરીથી માર્ચ ર૦૧૮ સુધી જીયુવીએનએલ દ્વારા વીજ ખરીદી અને ખર્ચમાં થયેલા ઘટાડાના પગલે ફયૂઅલ પ્રાઇઝ એન્ડ પાવર પરચેસ એડ્ઝસમેન્ટ ર્ચિાજસમાં ઘટાડો થતાં પ્રતિ યુનિટે ફયૂઅલ સરચાર્જમાં ૮ પૈસાનો ઘટાડો કરી જાન્યુઆરીથી માર્ચ સુધી રૂ.૧.૬૩ પ્રતિ યુનિટ ફયૂઅલ સરચાર્જ વસૂલવા દક્ષિણ, મધ્ય, ઉત્ત્।ર અને પિૃમ ગુજરાત વીજ કંપનીના મેનેજિંગ ડિરેકટર્સને પરિપત્ર પાઠવાયો છે. ફયૂઅલ સરચાર્જના ઘટાડાથી રાજયના ૧.ર૦ કરોડ ગ્રાહકોને ગરમીમાં વધુ વીજ વપરાશ વચ્ચે વીજ બિલમાં રાહત મળશે.

ત્રિમાસિક ગાળા દરમિયાન રાજયમાં કુલ ૮પ,૯૬૩ મિલિયન યુનિટ વીજળી ખરીદાઈ હતી, જે સામે ૬૯,૮રર મિલિયન યુનિટ વીજળીનું વેચાણ અને સિસ્ટમમાં ૧૬,૧૪૧ મિલિયન યુનિટનું નુકશાન રહ્યંુ હતું. મંજૂર કરેલા ટ્રાન્મિશન અને ડિસ્ટ્રિબ્યુશન લોસની ટકાવારી ૧૮.૭૮ ટકા જેટલી નીચે રહેતા એફપીપીપીએ ચાર્જમાં ઘટાડો કરાયો છે.(૨૧.૮)

(10:36 am IST)