Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

અમદાવાદમાં યુવતિનો રહસ્મય સંજોગોમાં મળ્યો મૃતદેહ, હત્યા કે આત્મહત્યા ?

ચાંદલોડિયાની ગોકુલધામ રેસીડેન્સીનો બનાવ : ર૯ વર્ષની અમી એ ૧ વર્ષ પહેલા જ અશોક સોલંકી સાથે પ્રેમલગ્ન કર્યા'તા

અમદાવાદ: અહીંયા  ચાંદલોડિયામાં રહેતા યુવક સાથે એક વર્ષ અગાઉ પ્રેમલગ્ન કરનારી યુવતીની ગોકુલધામ રેસિડેન્સીમાંથી રહસ્યમય સંજોગોમાં લાશ મળી આવતાં ભારે ચકચાર મચી ગઇ છે. ખરેખર બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો ? તે જાણવા પોલીસે તપાસ આગળ ધપાવી છે.

વિગત મુજબ ગઇકાલે સાંજે ૭.પ૦ના સુમારે  ચાંદલોડિયાના સિલ્વર સ્ટાર ફ્લેટ પાસે આવેલી ગોકુલધામ રેસિડેન્સીમાંથી યુવતીની લાશ મળી આવી હતી. યુવતી બેભાન હોવાનું લાગતાં લોકોએ ૧૦૮ને જાણ કરાતા તાત્કાલીક સોલા સિવિલ હોસ્પિટલ લઇ જવાઇ હતી, જયાં ડોકટરે તેને મૃત જાહેર કરી હતી. આ ઘટના અંગે સોલા પોલીસે તપાસ કરતાં મૃતક યુવતીનું નામ અમી અશોકભાઇ સોલંકી (ઉંં..ર૯, રહે. શિવકેદાર એપાર્ટમેન્ટ, ચાંદલોડિયા તળાવ પાસે, ચાંદલોડિયા) હોવાનું જાણવા મળ્યું હતું. યુવતીએ ધાબા પરથી પડતું મૂકીને આપદ્યાત કર્યાની સ્થાનિકોમાં ચર્ચા જાગી હતી, જોકે કોઇ પણ વ્યકિતએ આ દ્યટના નજરે જોઇ નથી તેમજ નીચે પડવાનો અવાજ પણ સાંભળ્યો નથી. યુવતીની અન્ય જગ્યાએથી લાશ મળતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. મૃતક અમીએ એક વર્ષ અગાઉ જ અશોકભાઇ સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં.

વધુમાં જાણવા મળ્યાનુંસાર પતિ-પત્ની વચ્ચે કોઇ અણબનાવ ન  હોવાથી તેણી  આત્મહત્યા કરે તેવા કોઇ સંજોગો હતા જ નહીં. પોલીસને મૃતક યુવતી પાસેથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં યુવતીએ ઉલ્લેખ કર્યો છે કે પોતે પ્રેમપ્રકરણથી કંટાળી જઇને આપદ્યાત કરે છે.

બીજી તરફ મૃતક યુવતીનાં પરિવારજનોનો આક્ષેપ છે કે, અમીની હત્યા કરવામાં આવી છે. તેની પાસેથી જેે સ્યુસાઇડ નોટ મળી આવી છે તેમાંના હેન્ડરાઇટિંગ અમીના નથી. જે સ્થળ પરથી લાશ મળી આવી છે ત્યાં ઢસડાયા હોવાનાં નિશાન છે, જેથી અન્ય કોઇ જગ્યાએથી તેની લાશને ત્યાં લાવવામાં આવી હોઇ શકે.

ઉપરાંત પ્રાથમિક દૃષ્ટિએ ઉપરથી પડ્યા બાદ માથાના ભાગે ઇજા થાય તેવાં કોઇ નિશાન પણ જોવા મળ્યાં નથી. ખરેખર  યુવતીની હત્યા કરાઇ છે કે આત્મહત્યા? તે ઉપરથી પરદો ઉચડાવવા  પોલીસે હાલ યુવતીની લાશને પેનલ ડોકટર પાસે પીએમ અર્થે મોકલી આપી છે.

આ અંગે સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ જે. એસ. પટેલે જણાવ્યું હતું કે હાલમાં અકસ્માત મોત ફરિયાદ દાખલ કરવામાં આવી છે  પીએમ રિપોર્ટ બાદ સાચું કારણ જાણવા મળશે.

(5:07 pm IST)