Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

બિટકોઇનમાં રૂપિયા રોકતા પહેલા બે વાર વિચારજો... : પરપોટો ફૂટશે ત્યારે રોતા નહીં આવડેઃ અર્થશાસ્ત્રીઓની આગમચેતી

સુરત : છેલ્લા કેટલાક બિટકોઇનમાં રોકાણકારોનો પ્રવાહ વધ્યો છે ત્યારે અર્થશાસ્ત્રીઓના નિવેદન થકી લાગે છે કે, પૈસા કમાવવાની લાલચમાં ગળાડૂબ થઇને થવાને બદલે રોકાણ કરતા પહેલા બે વાર વિચારવું જરૂરી છે.  રૌબિની મેક્રો એસોસિયેટના નૌરિલ રૌબિનીએ ફરી એક વખત પોતાની 2017મા વાતને સમર્થન આપતા કહ્યું છે કે “Bitcoin is biggest bubble in human history” અર્થાત બિટકોઈન માનવ ઈતિહાસનો સૌથી મોટો આર્થિક ફુગ્ગો છેલૃ.

તેમણે બ્લૂમબર્ગ ટેલિવિઝનને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે “mother of all bubbles”ના દિવસો હવે પૂર્ણતાને આરે છે અને હવે તેમાં ભરે ખાનખરાબી થઈ રહી છે, તેના રોકાણકર્તાઓમં હવે તબાહી મચશે.એક તરફ રેગ્યુલેટરી ક્રેકડાઉન અને બીજીતરફ ઈન્વેસ્ટરો અને કરોડો-અબજોની કમાણી કરનારા પણ વિવિધ દેશની સરકાર દ્વારા ચાલી રહેલી તવાઈ. માત્ર 50 દિવસમાં જ બિટકોઈનના પાણી ઓસરી ગયા છે.

18મી ડિસેમ્બરના રોજ 19,551 ઓલટાઈમ હાઈ લગાવ્યાં બાદ શુક્રવારે બિટકોઈનના ભાવ 8000 ડોલરની નીચે ઉતર્યાઙ્ગ હતા એટલે કે માત્ર 50 દિવસના ટૂંકાગાળામાં તો 60%નો જંગી કડાકો જોવા મળી ચૂકયો છે. હજી આગામી સમયમાં આનાથી પણ વધુ ખરાબ સ્થિતિ સર્જાશે, તેવી આગાહી રૌબિનીએ કરી હતું. તેમણે કહ્યું કે આ માત્ર બિટકોઈનની ગાથા નથીબિટકોઈન સિવાય પણ સમગ્ર વિશ્વમાં અંદાજિત 1300 ક્રિપ્ટોકરન્સી અથવા પ્રારભિંક કોઈન છે, તેમાં જોવા મળનાર કડાકો અણધાર્યો હશે.

સમગ્ર ક્રિપ્ટોકરન્સીનું બજાર બે-ત્રણ આર્થિક મંદી સમાન નીવડી શકત, જો આ લેવલે તેમને અંકુશમાં ન લેવામાં આવ્યા હોત.

તો વળી, ન્યૂયોર્ક યુનિવર્સિટીના ઈકોનોમિસ્ટે કહ્યું  હતું કે બ્લોકચેઈન છેલ્લા 10 વર્ષથી ચાલી રહ્યાં છે અને તેની એપ્લિકેશન માત્ર ક્રિપ્ટોકરન્સી છે,જે ભવિષ્યમાં એક સ્કેમ નીકળશે.

(9:38 am IST)