Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

આણંદ પાસે અકસ્માતે લીધો મહિલાનો 'ભોગ' : ૧૦ ને ઇજા

ખાનગી બસ પછી જતા રોડ બન્યો 'રકતરંજિત' : ત્રણ મુસાફરોની હાલત ગંભીર, મૃતાંક વધવાની દહેશત

આણંદ : અહીંયા નજીકમાં એકસપ્રેસ વે ઉપર માતેલા સાંઢની માફક દોડી રહેલી ખાનગી બસ પલ્ટી ખાઇ જતા સર્જાયેલા અકસ્માતે મહિલાનો ભોગ લીધો છે. જયારે અન્ય  ૧૦ મુસાફરો  પૈકી ત્રણની હાલત વધુ ગંભીર હોવાથી મૃતાંક વધવાની દહેશત વ્યકત થઇ રહી છે.

વિગત મુજબ રવિવારે મોડી રાત્રે અમદવાદ-વડોદરા એકસપ્રેસ વે પર આણંદ ટોલનાકા નજીક સુરતથી રાજસ્થાન તરફ જતી ખાનગી લકઝરી બસના ડ્રાઈવર સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા બસ પલટી ખાઈ જતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર ઇજાથી મહિલાનુ ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયું હતું.

     જયારે અન્ય ૧૦ મુસાફરોેને ઇજા થતા ૧૦૮ની મદદથી અલગ અલગ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જે પૈકી ત્રણની હાલત ગંભીર હોવાનુ સામે આવ્યુ છે. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતા કલાકો સુધી વાહન ચાલકો ફસાયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિકને રાબેતા મુજબ શરુ કરાવ્યો હતો. પોલીસે શરૂ કરાવતા જ સૌએ રાહતનો દમ લીધો હતો.  મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ગુન્હો નોંધી તપાસ આગળ ધપાવી હતી.

(9:38 am IST)