Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

ગુન્હેગારો 'બેખોફ' : મહિલા પીએસઆઇ ઉપર ટ્રક ચઢાવી જીવ લેવાનો પ્રયાસ, હાલત ગંભીર

વલસાડ જિલ્લાનો બનાવઃ એન.ટી.પુરાણી સ્ટાફ સાથે નાકાબંધીમાં હતા ત્યારે જ હુમલોઃ સારવાર હેઠળ : ટ્રક સાથે એક શખ્સ દબોચાયો

હોસ્પીટલના બિછાને સારવાર હેઠળ રહેલ મહિલા પીએસઆઇ તસ્વીરમાં દર્શાય છે.

વલસાડ, તા., પઃ શહેર જિલ્લા સહિત ગુજરાતભરમાં ગુન્હેગારોને જાણે કાયદાની કોઇ બીક જ ન હોય તેમ અવાર નવાર વિવિધ ગુન્હાઓ આચરી રહયા છે. એવી જ રીતે વલસાડ જિલ્લામાં ફરજમાં તૈનાત મહિલા ઉપર પણ ટ્રક ચઢાવીને જીવ લેવાનો પ્રયાસ થયાની ઘટના પ્રકાશમાં આવતા જ પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.

વિગત મુજબ વલસાડ જિલ્લામાં ધરમપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઇ એન.ટી.પુરાણી ચોરાયેલ ટ્રકને ઝડપવા નાકાબંધી કરી સ્ટાફ સાથે ફરજમાં હતા ત્યારે જ શંકાસ્પદ હાલતમાં પસાર થયેલા ટ્રકને રોકવાનો પ્રયાસ કરતા ચાલકે પુરાણી મેડમ ઉપર ટ્રક ચઢાવી જીવલેણ હુમલાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર ઇજા થતા મહિલા પીએસઆઇને તાત્કાલીક ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ટ્રક ચાલક સાથે એક આરોપીની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે.

વિગત કંઇક આવી છે કે વાપી જીઆઇડીસી વિસ્તારમાંથી ટ્રક ચોરાઇ હતી. ટ્રકને ઝડપી પાડવા માટે પોલીસે નાકાબંધી કરી હતી ત્યારે જ બનાવ બન્યો હતો.

(2:34 pm IST)