Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

કોરોનાકાળમાં વડોદરાની સયાજી હોસ્પિટલએ રેકોર્ડ સર્જ્યો : 65 હજાર દર્દીઓની સર્જરી કરાઈ

આશરે 150થી વધુ કોવિડ પોઝિટિવ સગર્ભાની સલામત પ્રસૂતિ અને સ્ત્રીરોગવિષયક જરૂરી શસ્ત્રક્રિયાઓ કરી

વડોદરા સયાજી હોસ્પિટલમાં 65 હજાર દર્દીઓની સર્જરી કરાઈ છે ખાનગી હોસ્પિટલો સર્જરીની કામગીરી બંધ થતા તમામ લોકો સરકારી હોસ્પિટલમાં જતા હતા.કોરોના મહામારીમાં લોકોની હાલત ભારે કફોડી જોવા મળી હતી. ઘણા લોકો કોરોનાના ભયના કારણે દવાખાને જતા પણ અચકાતા હતા. જો કે, ખાનગી હોસ્પિટલમાં સર્જરી કરવાની કામગીરી ખાનગી તબીબો દ્વારા બંધ કરી દેવામાં આવતા સર્જરીના કેસોમાં વધારો જોવા મળ્યો હતો. ત્યારે તે સમયમાં વડોદરા સયાજી હોસ્પિટલ લોકો માટે આશિર્વાદ રુપ સાબિત થયું હતું.

વડોદરા સયાજી હોસ્પિટલમાં કોરોનાના કાળમાં આશરે 150થી વધુ કોવિડ પોઝિટિવ સગર્ભાની સલામત પ્રસૂતિ અને સ્ત્રીરોગવિષયક જરૂરી શસ્ત્રક્રિયાઓ કરવામાં આવી હતી. આ ઉપરાંત તમામ વિભાગોમાં કોવિડમુક્ત દર્દીઓના તાકીદનાં ઓપરેશન, પ્રોસિઝરની કામગીરી તો લગભગ સતત ચાલુ રાખવામાં આવી હતી.

 જો કે, છેલ્લા વર્ષ એટલે કે 2020 લોકો માટે ઘણો ભારે જોવા મળ્યો હતો. ઘણા લોકોએ પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા છે અને ઘણા લોકોએ પોતાની નોકરીઓ ગુમાવી છે. આ ભયાનક મહામારીમાં પોતાના જીવની ચિંતા કર્યા વિના સયાજી હોસ્પિટલના તમામ ડોક્ટરો 24 કલાક માટે હોસ્પિટલમાં હાજર રહેતા હતા અને જનરલ સર્જરી, સ્ત્રીરોગ અને પ્રસૂતિ, ઓર્થોપેડિક, પ્લાસ્ટિક સર્જરી, નેત્રરોગ, પીડિયાટ્રિક અને ન્યુરો સહિતના વિભાગોએ પ્લાન્ડ એટલે કે પૂર્વ આયોજિત અને આકસ્મિક એટલે કે ઇમર્જન્સી સર્જરીની કામગીરી આખું વર્ષ અને અવિરત ચાલુ રાખી હતી

(11:14 pm IST)