Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

ડેડીયાપાડાના અંતરિયાળ રીગાપાદર ગામના ૯૦ જેટલા લોકોને શિયાળાની ઠંડીમાં ગરમ ધાબળાનું વિતરણ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં ડેડીયાપાડા તાલુકાના રીંગાપાદર ગામમાં શિયાળામાં પડી રહેલી કડકડતી ઠંડીમાં જરૂરિયાતમંદ ૯૦ જેટલા લોકોને ઠંડીથી રક્ષણ મળે એ માટે ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
માજી જિલ્લા પંચાયત પ્રમુખ શંકરભાઈ વસાવા અને કીશોરભાઈ પંચાલના હસ્તે આ ગામના લોકોને ધાબળાનું વિતરણ કરવામાં આવતા લોકોના મુખે સ્મિત જોવા મળ્યું હતું.જેમાં ગામના અગ્રણી વિરસીભાઈ વસાવા,જયસિંગ ભાઈ વસાવા,માકતાભાઈ વસાવા સિગાભાઈ વસાવા, દલસુખભાઈ વસાવા,ગોમાભાઈ વસાવા સહિત ગ્રામજનો હાજર રહ્યા હતાં.

(9:59 pm IST)