Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

ખેડામાં આગ લાગે તો સમસ્યા સર્જાય એવી કફોડી સ્થિતિ

વોટર બ્રાઉસર્સ-મિની ફાયટર ભંગારમાં ફેરવી ગયા : સરકાર દ્વારા અપાયેલા સાધનો સારસંભાળના અભાવે ભંગાર થયાઃ સત્વરે યોગ્ય કાર્યવાહી કરવા માટે માગણી

ખેડા, તા. ૬  : ખેડા નગરપાલિકામાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલ વોટર બ્રાઉઝર્સ અને મિની ફાયટર સારસંભાળને અભાવે ભંગારમાં ફેરવાઇ ગયુ છે. ખેડા શહેર અને તાલુકામાં મોટા વેર હાઉસ અને તેમજ કંપનીઓ આવેલી છે. ત્યાં આગ લાગે તેમજ તાલુકાના ગામડાઓ અને શહેરમાં કોઇ આગની ઘટના બને તો બહારના ફાયર ફાઇટરની રાહ જોવાનો વારો આવ્યો છે. આ બાબતે તંત્ર દ્વારા સત્વરે યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી છે.

ખેડા નગરપાલિકામાં સરકાર દ્વારા વર્ષ ૨૦૧૦/૧૧માં ખેડામાં અને આજુબાજુમાં આગની ઘટના બને તે માટે બહારથી બોલાવી પડતી હતી. ખેડા નગરપાલિકામાં ફાયરની બે ગાડીઓ સ્થાનિકોમાં રાહત થઈ હતી. પરંતુ પાલિકાના કહેવાતા બેજવાબદાર વહીવટના કારણે ૨૦૧૦/૧૧માં આપેલી વોટર બ્રાઉઝર્સને તે સમયે પાસિંગ કરાવ્યું જ નહીં. અને આ બાબતે ફાયરના અધિકારીઓને ૨૦૧૪ માં ખબર પડી જેથી તેમને તૈયારીમાં જ જે કર્મચારીઓ ફાયરની ગાડીઓ ચલાવે છે તેમને મૌખિક સૂચના આપી કે પાસિંગ વિનાનું વાહન હવે પછી લઈ જશો અને કઈ પણ થયું તો બધું તમારા માથે જ આવશે. ત્યારથી એટલેકે ૬ વર્ષથી વોટર બ્રાઉઝર્સ નો ઉપયોગ આગ લાગે ત્યારે કર્યો નથી. ૬ વર્ષથી ઉપયોગ નહીં થવાના કારણે તે પણ ભંગાર હાલતમાં ફેરવાતું જાય છે. નવાઈની વાત તો એ છે કે આજે ૧૦ વર્ષ થઈ ગયા હોવા છતાં પણ વોટર બ્રાઉઝર્સનું પાસિંગ નથી કરાવી શક્યા તે નવાઈની વાત છે. જ્યારે બીજી નાની મીની ફાયર ફાઈટર્સ પણ સાથે આપી હતી. ૨૦૧૮માં તે ગાડીને મેઈટન્સ માટે રિપોર્ટ કરવામાં આવ્યો હતો. પરંતુ મેઈટન્સ નહીં થયું હોવા છતાં પણ ૨૦૨૦ના ૮માં મહિના સુધી મીની ફાયર ફાઈટર્સ ચલાવ્યું. તે જ મહિનામાં ફરી રિપોર્ટ કર્યો પણ હજી સુધી પાલિકા દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. હવે તો મીની ફાયર ફાઈટર્સ ની હાલત પણ ભંગારમાં જાય તેવી સ્થિતિ થઇ ગઇ છે.

(7:51 pm IST)