Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

ભારે કરી : બે વિભાગ વચ્ચે સંકલનના અભાવે 10 દિવસ પહેલા બનાવેલો રોડ ફરી ખોદાયો

ઓઢવ રબારી વસાહતમાં રણછોડજીના મંદિરની પાસે છેલ્લા વે દિવસથી પાણી નહીં આવતા રોડ બનાવાયાને 10 દિવસ બાદ ફરી ખોદાયો

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓની આવડતના કારણે રસ્તો બનાવીને 10 દિવસમાં તોડવામાં આવ્યો છે. કોર્પોરેશન દ્વારા પ્રજાના પૈસાને પાણીની જેમ વેડફવામાં આવી રહ્યા છે. બે ડિપાર્ટમેન્ટના કોઓર્ડીનેશનના અભાવે અમદાવાદ છાશવારે રોડ બન્યા બાદ થોડા દિવસમાં પાણીની કે ગટરલાઈન સ્માર્ટ રોડને તોડવામાં આવે છે અને ત્યારબાદ તે રોડને સરખો રિસર્ચ કરવામાં આવતો નથી જેના કારણે પ્રજાને હેરાન થવું પડે છે.

 પૂર્વ અમદાવાદમાં આવેલ ઓઢવ રબારી વસાહતમાં રણછોડજીના મંદિરની પાસે તારીખ 25/12/2020 ના રોજ રોડ બનાવવામાં આવ્યો હતો. જે રોડને દસ દિવસમાં જ આજે 06/01/2021 ના રોજ તોડવામાં આવ્યો છે. આ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી પાણી ન આવતુ હોવાથી અહીંયા વાલ શોધવા માટે નવા રોડને તોડવામાં આવ્યો હતો. જેથી આસપાસના લોકોમાં રોષે ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે.

કોર્પોરેશનના અધિકારીઓ અને પ્રજાએ ચૂટેલા ભાજપના કોર્પોરેટરોના અણધડ વહીવટના લીધે પાણી છોડવા માટેનો વાલ્વ ન મળતા આ રોડને 15 જ દિવસમાં તોડવાની નોબત આવી તેમ છતાં હજુ વાલ્વ મળેલ નથી. તો આ રોડની પાછળ કરેલા પૈસાના ધૂમાડા માટે કોને જવાબદાર ઠેરવવા.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું કે, ઓઢવ ફાયર બ્રિગેડની પાણી પુરવઠાની પાઇપ લાઇન તૂટી છે, તેથી અન્ય પાણીની ટાંકીમાંથી પુરવઠો આપવા માટે વાલ્વ ચેમ્બર બનાવવા અને તે જ ચલાવવા માટે 3 મીટર × 3 મીટરનો રસ્તો ખોલવામાં આવ્યો છે. વાલ્વ ચેમ્બરથી આસપાસનો રસ્તો ટૂંક સમયમાં ફરીથી બનાવવામાં આવશે.

(7:14 pm IST)