Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

વિજયનગરના પોળો ફોરેસ્ટના આંતરસુંબા નજીક મંજુર કરેલ 25 એકર જમીનની માપણીથી સ્થાનિક લોકોએ વિરોધ દેખાડ્યો

વિજયનગર: તાલુકા ના પોળો ફોરેસ્ટમાં આવતા વાહનોના કાયમી પાકગની સુવિધા માટે સરકારે આંતરસુબા નજીક મંજૂર કરેલ ૨૫  એકર જમીનની માપણી સ્થાનિકોના વિરોધ વચ્ચે પોલીસ બંદોબસ્ત સાથે સવારથી હાથ ધરવામાં આવી હતી જે હાલ વિજયનગર મામલતદાર પી.જી.ચૌહાણની ઉપસ્થિતિમાં પૂર્ણ થઈ જતા વહીવટી તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

પોળો ફોરેસ્ટમાં હજારોની સંખ્યામાં સહેલાણીઓ આવતા હોઈ  અને દૂર દૂરથી વાહનો સાથે આવતા હોવાથી પોળો આસપાસ વાહનોનો મોટો ખડકલો થતો હોઈ વ્યવસ્થા ખોરવાઈ જાય છે.

 જેથી પોળો નજીક આંતરસુબા પાસે સરકારે, સરકારી હેતુ એટલે કે જાહેર પાકગ વ્યવસ્થા માટે અહીં ૨૫ એકર જમીન વાહનોના પાકગ સારૂ મંજૂર કરવામાં આવી હતી.

 આજે સવારથી જ સાબરકાંઠા જિલ્લા ડિસ્ટ્રીક લેન્ડ એન્ડ રેકર્ડઝની કચેરીના ઇન્સ્પેક્ટરો માપણીના યંત્રો સાથે આ જગ્યા ઉપર આવી પહોંચતા આસપાસના લોકો ટ્રેક્ટરો મારફતે  સ્થળ ઉપર આવી વિરોધ સાથે હોબાળો મચાવતા આ અંગે પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો. વિજયનગર મામલતદાર પી.જી.ચૌહાણની ઉપસ્થિતિમાં હાથ ધરવામાં આવેલ આ જમીન માપણી આજે પુરી કરી દેવાઈ હતી.

(6:06 pm IST)