Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

દહેગામમાં છેલ્લા એક અઠવાડિયાથી દીપડાની દસ્તક જોવા મળતા રહીશોમાં ભયનો માહોલ

દહેગામ:માં છેલ્લા અક અઠવાડિયાથી દીપડો એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરી રહ્યો છે જેના કારણે વનવિભાગની કસરત વધી ગયી છે. દહેગામ-નરોડા રોડ ઉપર આવેલી રામ વિલેજ હોટલના પાછળના ભાગે દીપડો સ્થાનિક યુવાનના કેમેરામાં કેદ થઇ ગયો છે.મોબાઇલના આ ફોટાના આધારે તંદુરસ્ત આ દીપડાને પકડવા માટે વનવિભાગે હોટલની પાછળના ભાગે તેમજ અહીંની ઝાડી વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ ઉપરાંત હોટલની પાછળ આવેલા પૂજા ફાર્મ પાસે પણ દીપડો બે દિવસ પહેલા આવ્યો હોવાની વાત તંત્રના ધ્યાને આવતા અહીં મારણ સાથે પાંજરૃ મુકવામાં આવ્યું છે.

પૂજા ફાર્મ પાસે પણ દીપડો આવ્યો હોવાની બાતમી સ્થાનિકો પાસેથી વનકર્મીઓને મળી છે જેના પગલે હવે તંત્ર દ્વારા દીપડાને પકડવા માટે અહીં પાંજરૃ મુકવાનું નક્કી કર્યું છે. પૂજા ફાર્મની આસપાસના ઝાડી વિસ્તારમાં દિવસે તથા રાત્રી દરમિયાન પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું છે. તેમજ હોટલ તથા ફાર્મ પરના સ્ટાફને પણ સતર્ક રહેવા માટે સુચના આપવામાં આવી છે. પૂજા ફાર્મ પાસેની ઝાડી વિસ્તારમાં મારણ સાથે પાંજરૃ મુકવામાં આવ્યું છે. તો બીજીબાજુ આ વિસ્તારમાં તેમજ નરોડા-દહેગામ હાઇવે પરના ગામોમાં પણ વનવિભાગ દ્વારા સર્ચ કરવામાં આવશે. આ વિસ્તારમાં અન્ય કોઇ પ્રાણી કે માલ-ઢોરનો શિકાર કર્યો હોવાનું પણ હજુ સુધી વનવિભાગને ધ્યાને આવ્યું નથી.કેમેરામાં કેદ થયેલા દીપડાની તસવીર ઉપરથી નિષ્ણાંતોનું માનવું છે કે, આ પુખ્તવયનો દીપડો હોઇ શકે છે અને ફોટા ઉપરથી સ્પષ્ટ જણાય છે કે, તે તંદુરસ્ત પણ છે.

(6:06 pm IST)