Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

કલોલના તેરસાપરા ચોકડી નજીક રિક્ષામાં મુસાફરોને બેસાડી કિંમતી માલસામાનની ઉઠાંતરી કરનાર પાંચ સભ્યોને પોલીસે ઝડપી મુદામાલ જપ્ત કર્યો

ગાંધીનગર:એલસીબીની ટીમે કલોલના તેરસાપરા ચોકડી પાસેથી રીક્ષામાં મુસાફરોને બેસાડી તેમના કિંમતી માલસામાનની ચોરી કરી લેતી ગેંગના પાંચ સભ્યોને ઝડપી પાડયા છે અને રીક્ષા સહીતનો મુદ્દામાલ કબ્જે કરી વધુ પુછપરછ શરૃ કરી છે.  

ગાંધીનગર જિલ્લામાં ચોરીની ઘટનાઓની સાથે રીક્ષામાં મુસાફરોને બેસાડી તેમના કિંમતી માલસામાનની ચોરી કરી લેતી ગેંગ પણ સક્રિય થઈ હતી. કલોલ સહિતના વિસ્તારોમાં છેલ્લા થોડા સમયમાં આવી ઘટનાઓનો વધારો પણ નોધાયો હતો ત્યારે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ આવા ગુના ઉકેલવા માટે અને ગુનાઓ આચરતી ગેંગને પકડવા માટે એલસીબી પીઆઈ એચ.પી.ઝાલાને સૂચના આપી હતી. જેના અનુસંધાને એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન કો.નરેશભાઈ અને સુરેન્દ્રસિંહને બાતમી મળી હતી કે કલોલના તેરસાપરા ચોકડી પાસે જીજે-૦૧-ટીબી-૧૮૬૮ નંબરની રીક્ષામાં કેટલાક શખ્સો બેઠા છે અને આ શખ્સો મુસાફરોને રીક્ષામાં બેસાડી તેમના કિંમતી માલસામાનની ચોરી કરી રહયા છે. જેથી પોલીસ ટીમે દરોડો પાડીને રીક્ષામાં સવાર મહંમદ આશીફ મહંમદ આરીફ અંસારી રહે.મોટા તળાવ કસ્બામાં કડી, તારીક મહંમદ આરીફ અંસારી રહે.મોટા તળાવકસ્બામાં કડી, આસમ અહમદ ઉર્ફે બોખો ખીલુભાઈ મણીયાર રહે.તુફેલપાર્ક સોસાયટી વટવા અમદાવાદ, અજય ઉર્ફે અજીયો નામદેવભાઈ ગુલધેકર રહે.મકાન નં.બી-૧૭૩, વિભાગ-૭, પાર્શ્વનાથ ટાઉનશીપ નવા નરોડા અને મહંમદ રાકીબ મહંમદ આરીફ અંસારી રહે.મોટા તળાવ કસ્બા કડીને ઝડપી પાડયા હતા. જેમની પુછપરછમાં બહાર આવ્યું હતું કે તેમણે કલોલ અંબિકા બસ સ્ટેન્ડ નજીકથી એક મહિલાને રીક્ષામાં બેસાડી તેની નજર ચુકવી તેના પાકીટમાંથી પ૦ હજાર રૃપિયા સેરવી લીધા હતા. જેમની પુછપરછમાં ચોરીના અન્ય ગુના ઉકેલાવાની શકયતા પણ સેવાઈ રહી છે.

(6:06 pm IST)