Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

ગાંધીનગર:ડભોડા પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમ્યાન બાતમીના આધારે રણાસણ સર્કલ નજીક બિનવારસી રિક્ષામાંથી 4800નો દારૂનો જથ્થો ઝડપ્યો

ગાંધીનગર:જિલ્લામાં દેશી વિદેશી  દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા પોલીસ દોડી રહી છે ત્યારે ડભોડા પોલીસે રણાસણ સર્કલ નજીકથી એક બિનવારસી રીક્ષામાંથી વિદેશી દારૃની ૧ર બોટલ કબ્જે કરી હતી અને ૨૦ હજારનો મુદ્દામાલ કબ્જે કરી રીક્ષા નંબરના આધારે તેના માલિકની શોધખોળ આદરી છે. 

ગાંધીનગર જિલ્લામાં દેશી વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે ડભોડા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે રણાસણ સર્કલથી મોટા ચિલોડા તરફ જતાં રોડ ઉપર જીજે-ર૭-ટી-૭૩૪૧ નંબરની રીક્ષા પડી છે અને તેમાં વિદેશી દારૃનો જથ્થો છે. આ બાતમીના પગલે પોલીસે સ્થળ ઉપર પહોંચી તપાસ કરતાં રીક્ષામાં સીટની નીચે વિદેશી દારૃની સંતાડેલી ૧ર બોટલ મળી આવી હતી. જેથી પોલીસે ૪૮૦૦નો દારૃ અને ૧પ હજારની રીક્ષા મળી ૧૯૮૦૦નો મુદ્દામાલ કબ્જે કરી રીક્ષાના નંબરના આધારે તેના માલિકની શોધખોળ શરૃ કરી છે.

(6:05 pm IST)