Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

સુરતના કાપડબજારમાં છેતરપિંડીની જુદી જુદી બે ઘટનામાં પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી

સુરત: શહેરના કાપડબજારમાં છેતરપિંડીની વધુ બે ફરિયાદ સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાઈ છે. અમદાવાદના પિતા-પુત્રએ સુરતના વેપારી પાસેથી યાર્ન મંગાવી બાકી પેમેન્ટ રૂ.27.99 લાખ કર્યું નહોતું. જયારે કોલકત્તાના દંપત્તિએ સુરતના મહિલા વેપારી પાસે રૂ.15.38 લાખનું ગ્રે કાપડ મંગાવી પેમેન્ટ કર્યું નહોતું.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વેસુ ખાતે ધ એવોલ્યુશનમાં રહેતા અને રીંગરોડ વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં એ.બી.ટ્રેડીંગ કુ.ના નામે યાર્નનો વેપાર કરતા 35 વર્ષીય અંકિતભાઈ હરબંસલ બુટાની પાસેથી અમદાવાદ ઓઢવ સ્થિત હરિધામ ઈન્ડસ્ટ્રીલ એસ્ટેટમાં પાટીદાર એમ્બ્રોડરી યાર્નના નામે વેપાર કરતા અતુલ પરસોત્તમભાઈ પટેલ અને તેમના પુત્ર ધ્રુવ ( બંને રહે.10, થર્મીટેજ વિલા, અમૃતબાગ પાર્ટી પ્લોટ પાસે, બોપલ આંબલી રોડ, અમદાવાદ ) એ 15-20 દિવસમાં પેમેન્ટનો વાયદો કરી અને સમયસર પેમેન્ટ નહીં થાય તો 18 ટકા વ્યાજ ચુકવવાની ખાતરી આપી 1 એપ્રિલથી 21 સપ્ટેમ્બર 2019 દરમિયાન કુલ રૂ.1,06,38,681 ની કિંમતનું યાર્ન ખરીદી ટુકડે રૂ.71,73,080 ચૂકવ્યા હતા. બાકી રૂ.34,65,601 પિતા-પુત્રએ નહીં ચુકવતા અંકિતભાઈ તેમના અમદાવાદના ઘરે ઉઘરાણી માટે ગયા તો પિતા-પુત્રએ ગાળો આપી ધક્કામુક્કી કરી પેમેન્ટ માટે ઘરે આવ્યા છો તો જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી હતી.

(6:03 pm IST)