Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

વડોદરાના-વાઘોડિયા રોડ નજીક નોકરીથી પરત ફરતા વૃદ્ધને બાઇકે હડફેટે લેતા ઘટનાસ્થળેજ મોત

વડોદરા:વાઘોડિયા-વડોદરા રોડ પર ગઇ રાત્રે નોકરીએ જતા વૃધ્ધને એક બાઇકે ટક્કર મારતા વૃધ્ધનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ વાઘોડિયામાં સુખશાંતી સોસાયટીમાં રહેતા ૬૦ વર્ષના ઇશ્વરભાઇ છગનભાઇ પટેલ વાઘોડિયાની જાગૃતિ સોસાયટીમાં સિક્યુરિટિ ગાર્ડ તરીકે નોકરી કરતા હતાં. ગઇ કાલે રાત્રે તેઓ ઘેરથી નીકળી ચાલતા ચાલતા નોકરી પર જતા હતા ત્યારે સિધ્ધિ ઇન્ડસ્ટ્રિઝના ગેટની સામે વાઘોડિયા તરફથી પૂરપાટઝડપે આવતી એક બાઇકે ઇશ્વરભાઇને અડફેટમાં લેતા તેઓ રોડ પર પટકાતા માથામાં ઇજા થવાથી ઘટનાસ્થળે જ કરૃણ મોત નિપજ્યું  હતું.

અકસ્માતના બનાવની જાણ ઇશ્વરભાઇના પુત્ર કૌશિકને થતા તે તેના મિત્ર સાથે અકસ્માત સ્થળે દોડી ગયો હતો ત્યારે પિતા મૃત્યુ પામ્યા હતાં. આ બનાવ અંગે અકસ્માત કરનાર બાઇકના ચાલક મહેશ રામજીભાઇ વસાવા (રહે.વેજલપુર, વાઘોડિયા) સામે ગુનો નોંધી વાઘોડિયા પોલીસે કાયદેસરની  કાર્યવાહી હાથ ધરી છે.

(6:03 pm IST)