Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં ફેસબુક પર કેમેરો ભાડે આપવાની જાહેરાત કરી પૈસા કમાવવાની લાલચમાં શખ્સને 60 હજાર ગુમાવવાની નોબત આવી

વડોદરા:ફેસબુક ઉપર કેમેરો ભાડે આપવાની એડવર્ટાઇઝ થકી 500 રૂપિયા કમાવવાની લાલચે રૂપિયા 60,000 ની કિંમત ધરાવતા બે કેમેરા ગુમાવવાનો ફરિયાદીને વારો આવ્યો છે.

નવાપુરા પોલીસે કેમેરા ભાડે લેનાર શખ્સ વિરૂદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં રહેતો દેવેન્દ્ર શર્મા એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે અને પાર્ટ ટાઈમ આવક મેળવવા કૅમેરા ભાડે આપે છે. આ માટે ફેસબુક પેજ ઉપર એડવર્ટાઇઝ કરી હતી. ત્યારબાદ 6 કલાક માટે કેમેરો ભાડે લેવા માટે ફોન આવ્યો હતો અને ભાડા પેટે 500 રૂપિયા નક્કી કર્યા હતા. પહેલી ડિસેમ્બરના રોજ યુવકને કેમેરો આપી પુરાવા તરીકે આધાર કાર્ડની ઝેરોક્ષ લીધી હતી. 

જે પુરવામાં નામ રાજેશ ભાઈ જોશી  ( રહે - સાઈ રચના એપાર્ટમેન્ટ,  નવાપુરા)  હોવાનું દર્શવ્યું હતું. ત્યારબાદ કેમેરો ભાડે લઈ જનાર વ્યક્તિનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ આવ્યો હતો અને જાણવા મળ્યું હતું કે અન્ય એક વ્યક્તિ ઓમ જગદીશચંદ્ર તડવીનો કેમેરો પણ આ વ્યક્તિએ ભાડે લીધો હતો જે પરત આપ્યો નથી.

(6:02 pm IST)