Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

વડોદરાના ન્યુ વીઆઈપી રોડ વિસ્તારમાં વહેલી સવારે યુવાનની હત્યા કરેલ હાલતમાં લાશ મળી આવતા પોલીસ તંત્ર દોડતું થયું

વડોદરા: શહેરના ન્યુ વીઆઇપી રોડ વિસ્તારમાં આજે વહેલી સવારે એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસ દોડી ગઈ છે.

ખોડીયાર નગર વિસ્તારમાં એક ખુલ્લા મેદાનમાં થી આજે વહેલી સવારે 25 વર્ષીય યુવકની લાશ મળી આવતા લોકોના ટોળા ભેગા થયા હતા. મરનાર યુવકના કાનના પાછળના ભાગે તીક્ષ્ણ હથિયારનો ઘા જણાઈ આવતા તેની હત્યા કરવામાં આવી હોવાનું ખુલ્યું હતું.

બનાવના પગલે હરણી પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસ કરતા મરનારનું નામ અનિલ હોવાનું અને તે કલર કામ કરતો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. મૃતક પરપ્રાંતીય હોવાની પણ પોલીસને વિગતો મળતાં પોલીસે તેના પરિવારજનોની શોધખોળ હાથ ધરી છે.

(6:01 pm IST)