Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

અમદાવાદ:મહેસાણાના રેહવાસીના પુત્ર-પુત્રવધુના વિઝા કરાવી આપવાના બહાને 10 લાખની છેતરપિંડી આચરનાર વિરુદ્ધ ગુનો દાખલ

મહેસાણા: શહેરના રહેવાસીના પુત્ર અને પુત્ર વધુના વિઝા કરી આપવાને બહાને 10 લાખની છેતરપિંડી કરાતા આ અંગે વાડજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. રહેવાસીના સાઢુએ તેના ઓળખીતા સાથે મળીને ઠગાઈ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મહેસાણાના કડીમાં રહેતા બાબુલાલ ભીખાભાઈ પટેલ (60)ના પુત્ર જયમીન(32) અને પુત્રવધુ વર્ષાબહેનને 2017માં યુએસએ ફરવા જવાનું હતું. આથી બાબુલાલે તેમના નવા વાડજમાં સ્રીનાથ એપાર્ટમેન્ટમાં રહેતા સાઢુ મનીષ અરવિંદભાઈ ભટ્ટને વાત કરી હતી.

બાદમાં મનીષે તેમને કહ્યું હતું કે તેના ઓળખીતા મિત્ર વિજય ડી.ખાડે મુંબઈ દાદરાનગર ખાતે રહે છે એ તમારૂ કામ કરી દેશે. તે મારા ઘરે આવશે એટલે હું તમને ફોન કરીશ.

બાદમાં મનીષે બાબુલાલને ફોન કરીને વિજય ખાડે તેના ઘરે આવવાનો હોવાથી તમે તમારા પુત્ર અને પુત્રવધુને 10 લાખ સાથે લઈને આવજો, એમ કહ્યું હતું. બાબુલાલે તેમના સંબંધીઓ પાસેથી ત્રણ લાખની વ્યવસ્થા કરી હતી અને સાત લાખ તેમના જમાઈ પિયુશકુમાર એ.પટેલ પાસે માંગતા તેમણે સાડા ત્રણ સાડા ત્રણ લાખના બે ચેક આપ્યા હતા. આ લખાણ મનીષે 12 મહિના પછી બાબુલાલને આપ્યું હતું. જોકે બાદમાં બન્ને વિઝા માટે બહાના બતાવવા લાગ્યા હતા. એકાદ મહિના પહેલા બાબુલાલ મનીષના ઘરે ગયા ત્યારે મનીષે હવે પછી મારા ઘરે આવવું નહી અને આવશો તો તમારા હાથ પગ તોડી નાંખીશ, એવી ધમકી આપી હતી. આથી બાબુલાલે મનીષ ભટ્ટ અને વિજય ખાડે વિરૂધ્ધ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

(6:00 pm IST)