Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

આવી ટ્રીક વાપરવાથી નાના રૂમ સુશોભિત પણ દેખાશે અને જગ્‍યા પણ ઓછી રોકશે

અમદાવાદઃ પહેલા ટેનામેન્ટ હતા જેમાં વધુ સ્પેસ મળતી હતી હવે ફ્લેટમાં ટેનામેન્ટ જેટલી સ્પેશ ના  મળતી હોવાથી મોટા ભાગની સ્ત્રીઓ પોતાના ઘરને સુશોભન કરતા તથા તેમા સ્પેસ ઓછી વપરાય તેવા પ્રયત્નો કરતી હોય છે. આજે અમે આપને એવી ટ્રીક બતાવીશું જેનાતી તમારો રૂમ સુશોભીત પણ દેખાશે અને જગ્યા પણ ઓછી રોકશે.

ફર્શનો યોગ્ય ઉપયોગ

ફર્શ પર બેસવા માટે જગ્યા બનાવો. ફર્શ પર જ એક કોર્નર પર ફ્લોર કુશન અથવા સરસ મજાનું સીટિંગ કોર્નર બનાવો. કોર્નરના ઉપયોગથી વધારે જગ્યા રોકાશે નહીં. જો લીવિંગ રૂમમાં મોટી મોટી બારીઓ હોય તો તમે બારી પાસે જ સીટિંગ એરેન્જમેન્ટ કરી શકો છો. તેનાથી તમને બહારની નેચરલ હવા પણ મળી રહેશે.

ખુરશી

તમારી પાસે કાઉચ અથવા સોફાસેટ હોય તો પણ ઓકેઝનલ ખુરશીને પણ લીવિંગ રૂમમાં સ્થાન આપી શકો છો. જો તમે જૂની ખુરશીનો ઉપયોગ કરી રહ્યાં હોય તો તેને લીવિંગ રૂમની દીવાલોથી બંધબેસતા રંગથી રંગી તેમાં ફંકી કુશનનો ઉપયોગ કરી શકો છો. આ સીટિંગ એરેન્જમેન્ટ લીવિંગ રૂમની સુંદરતામાં વધારો કરી દેશે.

પૂફ

પૂફ અને ઓટમેન્સ એક વ્યક્તિને બેસવા માટે સારો વિકલ્પ છે. તે તમારા લીવિંગ એરિયાની વધારે જગ્યા કવર કરશે નહીં તેમજ જ્યારે તેનો ઉપયોગ ન હોય ત્યારે તેને ટેબલની નીચે પણ રાખી શકાય છે.

(5:30 pm IST)