Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

વડોદરામાં શુક્રવારથી દેશના વિવિધ રાજયોનો 'ખીચડી ઉત્સવ'

વર્ચ્યુઅલ ખીચડી ઉત્સવ તા.૮ જાન્યુઆરીથી તા.૭ ફેબ્રુઆરી સુધી એક મહિનો યોજાશે : વિવિધ રાજયોની ૩૦ રેસીપી એક જ સ્થળે પીરસાશે : ૩૦ દિવસની ૩૦ ખીચડી સાથે યોજાશે બ્રહ્મ ખીચડી ઉત્સવ

રાજકોટઃ  તા.૬, ગરીબ હોય કે ધનિક,બીમાર હોય કે સ્વસ્થ દરેકને ભાવતી ખીચડીના કેટલા પ્રકારો છે તે કોઈએ વિચાર્યું પણ નહીં હોય જ્યારે વડોદરાના આંગણે દેશના તમામ પ્રાંત અને રાજ્યોમાં ખવાતી ખીચડીના ઉત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. વૈવિધ્યમાં રહેલા અનેરા સ્વાદને એક જ સ્થળે પીરસવામાં આવશે જેમાં ૩૦ દિવસમાં દેશના વિવિધ રાજ્યોની ૩૦ રેસિપી પીરસવામાં આવશે.જેનો સ્વાદ એક જ સ્થળે માણી શકાશે.

મૂળ રાજકોટ પાટણવાવના રહેવાસી અને હાલ વડોદરામાં સ્થાયી થયેલા જગદીશભાઈ જેઠવા અને મીનલબેન જેઠવા દ્વારા દેશની રોયલ વાનગીઓ પર સંશોધન કરવામાં આવી રહ્યું હતું. જેમાં તેઓએ દેશના વિવિધ પ્રાંતમાં આરોગાતી ખીચડીનું સંશોધન કર્યું છે અને એમાંય જાન્યુઆરી માસમાં ખીચડી આરોગવાનું અનેરું મહત્વ હોય છે.

જાન્યુઆરીમાં દેશના વિવિધ રાજ્યોમાં મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરવામાં આવે છે.ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, મધ્યપ્રદેશ તેમજ ગુજરાતમાં જાન્યુઆરી માસમાં ખીચડી ખાવાનું અનોખું મહત્વ સમાયેલું છે. ઉત્તરભારતમાં મકરસંક્રાંતિના તહેવાર નેજ 'ખીચડી' નામ થી ઓળખવામાં આવે છે.જ્યારે દક્ષિણ ભારતમાં પોન્ગલ નામે પર્વ ઉજવાય છે. તામિલનાડુ, કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ અને પોન્ડીચેરીમાં પોન્ગલ દરમિયાન પણ ખીચડી હોંશે હોંશે આરોગાય છે અને વિદેશી પર્યટકો પણ ખીચડી પ્રિય ખોરાક બની ગયો છે.

 વડોદરાના આંગણે ૮ જાન્યુઆરીથી ૭ ફેબ્રુઆરી દરમિયાન ૩૦ દિવસ સુધી દેશની ૩૦ ખીચડી ડીશનો ઉત્સવ યોજવામાં  આવશે. સનફાર્મા રોડ પર આવેલા યુનાઇટેડ કિચનમાં 'બ્રહ્મ ખીચડી' નામે આ ઉત્સવ યોજાનાર છે. 

દેશમાં એકતા અને અખંડીતા જળવાઇ રહે અને લોકોમાં સદીઓથી ખવાતી વાનગી ખીચડી વીશે જાગૃતિ આવે તેવા હેતુથી ભારતમાં પહેલીવાર વડોદરાનો આંગણે બધા રાજયો અનેક પ્રાંત અને અનેક ધર્ર્મસ્થાનોમાં ખવાતી ખીચડીનો ઉત્સવ યોજાશે.

વીરપુર (જલારામ) થી જગન્નાથપુરી ઉત્તરથી દક્ષિણ સુુધી ખવાતી ખીચડીનો સ્વાદ તા.૮-૧-૨૦૨૧ થી ૭-૦૨-૨૦૨૧ મળશે.

પ્રજાપતિ જગદીશ જેઠવા અને તેના ધર્મપત્નિ મીલનબેન જેઠવા  કે જે છેલ્લા ૬ વર્ષથી પ્રાચીન ભારતની વિસરાયેલ વાનગીઓ પર સંશોધન કરી અને તેને પ્રમોટ કરી છે તેના દ્વારા આયોજન જગદીશભાઇ અને મીલનબેન મુળ પાટણવાવ અને હાલ વડોદરાના રહેવાસી છે.

આજે આવા કપરા સમયમાં આપણે સ્વાસ્થ્ય વર્ધક આહાર તરફ વળવુુ જરૂરી બન્યું છે. ખીચડી દેશના દરેક રાજય પ્રાંતમાં ખવાય છે અને બીન સાંપ્રદાયીક છે.

ખીચડીએ દુનિયાની સૌથી ઝડપી તૈયાર થતી માઉથ વોટરીંગ ડીશ છે અને તેનો ફાયદો એ છે કે તેને સ્વાદ પ્રમાણે જયાફત માણી શકાય છે.

શા માટે જાન્યુઆરીમાં ઉત્સવ

કારણ કે જાન્યુઆરીમાં સંક્રાત આવે અને આ મહિનામાં ગુજરાત સહિત બધા રાજયોમાં અવનવા નામથી ખીચડી ખવાય છે તેથી આ મહિનાનું વીશેષ મહત્વ છે.

મકરસંક્રાતી અને ખીચડી

ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર અને મધ્યપ્રદેશ તથા ગુજરાતમાં ખીચડી ખવાય છે. ઉત્તર ભારતમાં તો મકરસંક્રાતીનો તહેવાર જ 'ખીચડી' નામે ઓળખાય છે.

ગુજરાતમાં મકરસંક્રાતીના તહેવારમાં 'ખીચડો' રંધાય છે જો કે આ પરંપરા ઉત્તર ભારતીયો સાથેના સંસ્કૃતિના આદાન-પ્રદાનમાંથી આપી છે.

તેેવી જ રીતે દક્ષિણ ભારતમાં પોંગલ નામે ઓળખાય છે. આ પોંગલમાં ચાર પ્રકારની ખીચડી ખવાય છે.

તમિલનાડુ, કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ અને પોડુંચેરીમાં પણ પોંગલ નિમિતે ખીચડી ખવાય છે.

આજકાલ વિદેશી પર્યટકો પણ ભારતીય ખીચડીની નાંધ લેતા થઇ ગયા છે.

 મગ અને ચોખાને ઉકાળીને ઘીમાં નાખીને ખવાય છે. અહિંના લોકો તેને  'કીશરી' કહે છે કીશરીનું વાળુ કહે છે.

માંગલકાળના પુસ્તક આદાનએ અકબરીમાં ઉલ્લેખ પણ છે.

મંદિરોમાં પણ પ્રસાદ રૂપે

આજે ગુજરાત, ઉત્તર ભારત, ઓરીસ્સા, બંગાળમાં અનેક મંદિરમાં પણ ઉત્તર ભારતમાં વાળા ગોરખનાથ મંદિરમાં ખીચડી મેળો પણ ભરાય છે.

આ ઉત્સવમાં ૨૩ રાજયો અનેક પ્રાંતો અનેક ધર્મસ્થાનોની ખીચડી જોવા મળશે. અગાઉથી પાસ લીધેલ હશે તેને જ આપવામાં આવશે.

સ્થળ : 'બહ્મખીચડી' યુનાઇટેડ કીચનશ એચડીએફસી બેંકની સામે સનફાર્મા રોડ વડોદરા, મો.૯૦૯૯૯ ૧૮૨૭૦

આ ઉત્સવ વર્ચ્ચુઅલ રહેશે. પાર્સલ લઇ જવાનું રહેશે અને જમવુ હશે તો સરકાર શ્રીની ગાઇડ લાઇનનું પાલન કરવાનું રહેશે.

બ્રહ્મ ખીચડીઃ કયા દિવસે કયા રાજયની ખીચડી પીરસાશે

તારીખ

નામ

રાજય

તા.૮/૧

જલારામ ખીચડી

વિરપુર

તા.૯/૧

ગિરનારી ખીચડી

જુનાગઢ (ગીરનાર)

તા.૧૦/૧

ઓર્ગેનિક મસાલા ખીચડી

જુનાગઢ (ગીરનાર)

તા.૧૧/૧

કચ્છી ખીચડી

કચ્છ

તા.૧૨/૧

કાઠીયાવાડી ખીચડી

રાજસ્થાન

તા.૧૩/૧

ફાડા ખીચડી

રાજસ્થાન

તા.૧૪/૧

સાતધાન ખીચડી

ગુજરાત

તા.૧૫/૧

બાજરા ખીચડી

હરીયાણા

તા.૧૬/૧

જુવારની ખીચડી

હરીયાણા

તા.૧૭/૧

ઓર્ગેનિક ખીચડી

હરીયાણા

તા.૧૮/૧

વાલ્ચા ખીચડી

મહારાષ્ટ્ર

તા.૧૯/૧

તુવેરદાળ ખીચડી

પંજાબ

તા.૨૦/૧

કોર્ન મટર ખીચડી

પંજાબ

તા.૨૧/૧

સાંઈબાબા ખીચડી

શિરડી

તા.૨૨/૧

મૂગદાળ ખીચડી

કાશ્મીર

તા.૨૩/૧

ઉડદ ખીચડી

યુ.પી.- ઉત્તરાખંડ

તા.૨૪/૧

ઓગેનિક વેજીટેબલ ખીચડી

યુ.પી.- ઉત્તરાખંડ

તા.૨૫/૧

ભુંજી ખીચડી

બિહાર, ઝારખંડ,

 

 

છત્તિસગઢ

તા.૨૬/૧

જડોઈ ખીચડી

અરૂણાચલ પ્રદેશ

તા.૨૭/૧

જડોહ ખીચડી

મેઘાલય

તા.૨૮/૧

ભગવાન જગન્નાથ ખીચડી

ઓડીસ્સા (પુરી)

તા.૨૯/૧

કાલા ચાવલ ખીચડી

મિઝોરમ

તા.૩૦/૧

મણીપુર ખીચડી

મણીપુર

તા.૩૧/૧

ઓર્ગેનિક તુવેરદાળ ખીચડી

મણીપુર

તા.૧/૨

અમીશ ખીચડી

પશ્ચિમ બંગાળ

તા.૨/૨

સ્વીટ ખીચડી

ગોવા

તા.૩/૨

ખારા પોંગાલ

કર્ણાટકા

તા.૪/૨

વેન પોંગાલ

તામિલનાડુ

તા.૫/૨

પુંગમ ખીચડી

આંધ્રપ્રદેશ

તા.૬/૨

સાબુદાણા ખીચડી

મધ્યપ્રદેશ

તા.૭/૨

ગાલ્હો ખીચડી

નાગાલેન્ડ

જગદીશભાઇ જેઠવા

મીનલબેન જેઠવા

મો.૯૦૯૯૯ ૧૮૨૭૦

(4:06 pm IST)