Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

વલસાડના સાંઇ લીલા મોલમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર પોલીસનો દરોડો

જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલાને માહીતી મળતા 108ની જેમ એલસીબીએ રેડ કરી

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડમાં સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપર પર વર્ષ 2019માં પોલીસે દરોડો પાડી તેને બંધ કરાવી દીધું હતુ, પરંતુ નફ્ફટ સંચાલિકાએ તેનું નામ બદલી ફરીથી આ વેપલો વલસાડમાં શરૂ કર્યો હતો. છેલ્લા કેટલાક સમયથી આ વેપલો બે રોકટોક ચાલી રહ્યો હતો. જેની જાણ વલસાડ એલસીબીને થતાં તેમણે મંગળવારની સાંજે ત્યાં દરોડો પાડી આ વેપલો બંધ કરાવ્યો હતો.
એલસીબી પીઆઇ ડી. ટી. ગામિતે અહીં પાડેલા દરોડામાં સ્પામાં કામ કરતા નીલકુમાર પ્રાણવેશ ભૌમિક, મોહમદ ગઝાલી મોહમદ ફારુક શેખ અને મસાજ કરાવવા આવેલો વાપીના નબીરા મૃદુલ મહેન્દ્ર લાલવાણીને પકડી પાડ્યા હતા. જ્યારે તેની સંચાલિકા પુનમ અશોક જૈન ત્યાં હાજર ન હોય પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી હતી. પોલીસે આ સ્પામાંથી 2 સિક્કીમ અને 2 મુંબઇની યુવતીને પકડી પાડી હતી. આ યુવતીઓનું નિવેદન લઇ પોલીસે તેમને મુક્ત કરી હતી.
પુનમે સાંઇ લીલા મોલમાં ચાલતું આ સ્પા અગાઉ કાસા ફૂટ એન્ડ બોડી સ્પાના નામે ચાલુ કર્યું હતુ. જેના પર દરોડા બાદ તેણે ધ લક્ઝરી સ્પા એન્ડ વેલનેસના નામે સ્પાની આડમાં કુટણખાનુ ફરીથી શરૂ કર્યું હતુ. જેના પર પોલીસે દરોડો પાડ્યો હતો.

(1:28 pm IST)