Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

પોલીસને ચકમો આપી ભાગતા ફરતા 4 આરોપીઓ પકડાયા

વલસાડ એસપી રાજદિપસિંહ ઝાલાની સૂચનાના પગલે રૂરલ પીએસઆઇ જી.આઇ. રાઠોડ, કોન્સ્ટેબલ હિતેશભાઈ, સુરેશભાઈ, મયુરસિંહે મળી રૂરલ પોલીસ મથકના લોકડાઉન ભંગના કેસમાં ભાગતા ફરતાને પકડ્યા

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ રૂરલ પોલીસે નાસતા ફરતા આરોપીઓને પકડવાનું અભિયાન હાથ ધરી આજરોજ 4 આરોપીઓને પકડી પાડ્યા હતા. આ ચારેય આરોપીઓ લોકડાઉન ભંગના કેસમાં ભાગતા ફરતા હતા.
વલસાડ એસપી રાજદિપસિંહ ઝાલાની સૂચનાના પગલે રૂરલ પીએસઆઇ જી. આઇ. રાઠોડ, કોન્સ્ટેબલ હિતેશભાઈ, સુરેશભાઈ, મયુરસિંહે મળી રૂરલ પોલીસ મથકના લોકડાઉન ભંગના કેસમાં ભાગતા ફરતા સુધાનગર પઠાણની ચાલીમાં રહેતા રાજેશકુમાર નાગેશ્વર પંડિત, નંદલાલ ગોરખ પંડિત, પરશુરામ વાધેલુ પંડિત અને મોગરાવાડી બાબા ચીકનશોપ સસામે રહેતા મોહમદ સલીમ સાબુદીખાનને પકડી પાડ્યા હતા.

(1:24 pm IST)