Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

વાયબ્રન્ટ સમિટ પર વિલંબના વાદળો છવાયા: કદાચ સમયસર નહીં યોજાય

કોરોના હળવો થશે પછી નવા સમયપત્રકની જાહેરાત કરાશે

કોરોના મહામારીના કારણે આ વખતે વાઈબ્રન્ટ ગુજરાત સંમેલનના આયોજનમાં વિલંબ થઈ શકે છે. હાલામાં રાજ્ય સરકાર દ્વારા આ વૈશ્વિક સમિટ માટે કોઈ પણ પ્રકારની તૈયારી કરવામાં આવી નથી. કોરોના કાબુમાં આવતા કે પરિસ્થિતિ સામાન્ય થતા વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2021નું આયોજન કરવામાં આવશે એવું ચચર્ઈિ રહ્યું હતું.

આ વર્ષે જાન્યુઆરી 2021માં 10મી વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન થવાનું છે. પરંતુ ભારત અને વિશ્વમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને હાલમાં આ કાર્યક્રમને સ્થગિત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ સંમેલન દર વર્ષે જાન્યુઆરીના બીજા સપ્તાહમાં યોજાય છે. વર્ષ 2003માં પહેલીવાર તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે આ સંમેલનની શરૂઆત કરી હતી. શરૂઆતના કેટલાક સંમેલનોને બાદ કરતાં દરેક વખતે કોઈને કોઈ વિદેશી રાષ્ટ્રીય અધ્યક્ષ આ વાઈબ્રન્ટ સમિટમાં મુખ્ય મહેમાન બનતા હોય છે.

જાપાન, અમેરિકા, બ્રિટન સહિત અનેક વિકસિત દેશ આ સમિટના ભાગીદાર હોય છે. આ સંમેલનમાં દેશભરમાંથી નામાંકિત ઉદ્યોગપતિઓ હાજરી આપે છે. દેશ સાથે સાથે ફોરેન ઇન્વેસ્ટરોને આકર્ષવા માટે આ ઉત્તમ પ્લેટફોર્મ છે. રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખનીજ વિભાગના અગ્ર સચિવ અને મુખ્યમંત્રી કાયર્લિયના અગ્રસચિવ મનોજકુમાર દાસનું આ બાબતે કહેવું હતું કે કોરોનાની સ્થિતિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. દેશ વિદેશમાં કોરોનાની સ્થિતિ સામાન્ય થતા ગુજરાતના વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવશે. રાજ્ય માટે આ અત્યન્ત મહત્વની ઇવેન્ટ છે અને ગુજરાતમાં ઘણું નવું રોકાણ પણ થતું હોય છે. ઉપરાંત ગુજરાતમાં આ સમિટની શરૂઆત બાદ દેશના અન્ય રાજ્યમાં પણ તેની શરૂઆત થઈ હતી. મહારાષ્ટ્ર, હરિયાણા, પશ્ચિમ બંગાળ, કણર્ટિક, બિહાર, ઉત્તરપ્રદેશ અને યુપી સહિતના રાજ્યમાં સમિટ યોજી વિદેશી રોકાણકારોને દેશમાં રોકાણ માટે આકર્ષવામાં આવે છે.

(11:55 am IST)