Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

ફોન મળ્યાની ફકત ૬ મિનિટમાં એ પોલીસમેને એક મહિલાને મોતના મુખમાંથી ઉગારી લીધી

એક આંખમાંથી કડકાય અને બીજી આંખમાંથી કરુણા વર્ષાવનાર સુરત પોલીસ કમિશનર દ્વારા કોન્સ્ટેબલ દિલીપસિહનું જાહેરમાં ભવ્યાતિ ભવ્ય બહુમાન કર્યું : સુરતના પોલીસમેન દિલીપસિંહની હેરત અંગે જ કામગીરીથી પ્રભાવિત થઈ cp અજય કુમાર તોમરે જાહેરમાં ભવ્યાતિ ભવ્ય બહુમાન કર્યું..પ્રત્યેક માટે અનુકરણીય ઘટના

રાજકોટઃ તા.૬, પોલીસ સ્ટાફ સામે ફકત કડકાઈથી કામ લઇ સંતોષ લેવાને બદલે ઉત્કૃષ્ઠ કામગીરી કરતા નાનામાં નાના પોલીસ સ્ટાફની જાહેરમાં કદર કરવાની પરંપરા સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે યથાવત રાખી વધુ એક અનુકરણીય દ્રષ્ટાંત પુરૂ પાડ્યું છે.

 કંટ્રોલ રૂમ તરફથી મળેલ સંદેશ આધારે P C R વાનના પોલીસ મેન ફકત ૬ મિનિટમાં સાબંધક મહિલાના ઘેર પહોંચી તેનો જીવ પોલીસમેન દિલીપસિહ દ્વારા બચાવી લેવાતા આવી અદભૂત કામગીરી બદલ તેનું જાહેર બહુમાન પ્રસંશા પત્ર આપી કરવામાં આવેલ.

 એક કન્યાએ પોલીસ કન્ટ્રોલ રૂમનો ૧૦૦ નંબર ડાયલ કરીને ધ્રુસકે ધ્રુસકે રડતા કહ્યું કે, મારો મમ્મીએ રૂમમાં અંદરથી દરવાજો બંધ કરી દીધો છે, તે સ્યુસાઈડ કરી લેશે, એટલે પ્લીઝ તેને બચાવી લો. કન્ટ્રોલ રૂમના એએસઆઇ પરેશ પુરાણીએ સ્થિતિની ગંભીરતા પારખીને તાત્કાલિક સ્લીપ બનાવી અઠવાલાઇન્સ પોલીસની પીસીઆરવાનને જાણ કરી હતી. પીસીઆર વાનના પોલીસ કોન્સ્ટેબલ દિલીપસિંહ ધનસિંહને જેવો મેસેજ મળ્યો એ સાથે જ તેઓ તુરંત વાનને પ્રાઇવેટ ડ્રાઇ આનંદની સાથે અપાયેલા સરનામે ધસી ગયા હતા.

  પુત્રીએ ફરિયાદ કરી એની માત્ર ૬ મિનિટમાં એટલે કે બરાબર રાત્રે ૮.૧૧ વાગ્યે કોન્સ્ટેબલ દિલીપસિંહ મહિલાના ઘરે પહોંચ્યા. મહિલાએ દરવાજો અંદરથી બંધ કરીને પુરાઈ ગઈ હતી. જો કે રૂમની બારી ખુલ્લી હતી. એક તરફ પોલીસ દરવાજો ખોલવા વારંવાર વિનંતી કરતી હતી. બીજી તરફ મહિલાએ ડેટોલ પી લીધું હતું અને બેડની ઉપર ટેબલ મૂકીને દુપટ્ટા વડે ફાંસો ખાવાની તૈયારી કરી રહી હતી. દરવાજો તોડ્યા સિવાય વિકલ્પ નહોતો. પોલીસ કોન્સ્ટેબલે ધડાધડ લાતો મારીને દરવાજો તોડો નાખ્યો અને અંદર ધસી ફાંસીએ લટકવા જતી મહિલાના પગ પકડી લીધા અને તુરંત તેમને નીચે ઉતારી અને ગળામાંથી ફાંસો કાઢ્યો હતો.

(11:41 am IST)