Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

અમૂલ.. સુમુલ અને સાગર ડેરી જેવી જાણીતી બ્રાન્ડને નામે ડુપ્લીકેટ ઘીની ફેકટરીઓ ધમધમતી હતી

જાણીતી બ્રાન્ડનું બનાવતી તેલ પણ ત્યાર થતું હતું મુળ સૌરાષ્ટ્ર સહિતના ૩ સામે કાર્યવાહી.. વોન્ટેડ શખસોની ભારે શોધ ખોળ : સુરતમાં દરોડા..સીપી અજયકુમાર તોમરની રાહબરી હેઠળ PCB પીઆઇ એસ.જે.ભાટિયા ટીમ ત્રાટકતા ભારે ખળભળાટ

રાજકોટ તા.૬, અમૂલ.સુમુલ અને સાગર ડેરી જેવી જાણીતી બ્રાંડોના ઘી તથા ફોરચયુન સહિતની વિવિધ જાણીતી બ્રાન્ડનું તેલનું ઉત્પાદન કરતી ફેકટરી પર સુરતની પીસીબી બ્રાન્ચે દરોડો પાડી લાખોનો મુદ્દામાલ સાથે ૩ ની અટક કરતા સમગ્ર સાઉથ ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે.

 પોલીસ કમિશનર અજય કુમાર તોમરની સૂચના આધારે પિસિબી પીઆઇ એસ.જે.ભાટિયા ટીમ દ્વારા રાંદેર રોડ પર ત્રાટકેલા.

મકાન નં.૫૫/૫૧૪ માંથી આરોપીઓ (૧) જનકભાઇ વિનોદભાઇ ભજીયાવાલા ઉ.વ/૪૫ રહે.બીલ્ડીગ નં.૬૮,રૂમ નં.૫૭૧,ગુજરાત હાઉસીંગ બોર્ડ,પાલનપુર પાટીયા,રાંદેર,સુરત તથા (ર) સંજીવભાઇ વામનરાવ નાદકરણી ઉ.વ/૬૩ રહે.સી/૧૧૨,બાલાજી કુપા સોસાયટી,પાલનપુર જકાતનાકા,અડાજણ,સુરત નાઓની પ્રિમાઇસીસમાં રેઇડ કરતા સદર ગોડાઉનમાંથી સુમુલ કંપની, અમુલ કંપની. સાગર કંપનીના ભેળસેળવાળુ ઘી આશરે ૩૫૮.૫ લીટર ની મત્ત્।ાનો ડુપ્લીકેટ ઘીના શીલ કરેલા પેકેટો મળી આવેલ તેમજ મજકુર ઇસમો રાંદેર પાલનપુર પાટીયા, મશાલચોક પાસે આવેલ સીમાનગર સોસાયટી દુકાન નં.૮ માં આવેલ દિવા ટ્રેડર્સ ખાતે સપ્લાય કરતો હોવાની હકિકત જણાવતા સદર બીજી જગ્યાએ રેઇડ કરતા ત્યાં 'દિવા ટ્રેડર્સ' નામની દુકાનમાંથી સહ આરોપી (૩) જયેન્દ્રભાઇ ઉર્ફે જયભાઇ પ્રભુભાઇ લાખાણી ઉ.વ/૩૦ રહે.ફ્લેટ નં.જી/૫૦૧,શ્રીપત રેશીડેન્શી, એલ.પી. સવાણી, કેનાલ રોડ, અડાજણ, સુરત મુળ. ઘર નં.૧ર, મારૂતીધામ સોસાયટી તા. કોડીનાર જી.જુનાગઢ નાઓ પાસેથી ડુપ્લીકેટ ઘીનો બીજો જથ્થો મળી આવતા. મજકુર ત્રણેય ઇસમોની પુછ પરછ તેમજ તપાસમાં તેઓ ત્રણેય જણા ચોરી છુપીથી ગ્રાહકની પાસેથી ઓછી પડતરે વધુ નફો મેળવવાની કાળાબજારી કરી સુમુલ કંપની તથા અમુલ કંપની તથા સાગર  જેવી વિશ્વવિખ્યાત બ્રાન્ડેડ કંપનીઓના ઘી તથા ફોરર્ચુન રીફાઇન્ડ ઓઇલ કંપનીના તથા બીજી બ્રાન્ડેડ રીફાઇન્ડ તેલ કંપનીઓના લેબલો માર્કો અને સીકકા મારી ભેળસેળ ઘી તેલ વિગેરે ચીજ વસ્તુઓ ભેળસેળ કરી    એકબીજાની મદદગારી કરી લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મુકે તેવી રીતે કાળા બજારી કરતા મળી આવતા ઉપરોકત ત્રણેય ઇસમોની પાસેથી ભેળસેળવાળુ અલગ અલગ કંપની બ્રાન્ડના ઘીના પેકેટો મળી આશરે ૩૫૮.૫ લીટર ઘી તથા અન્ય સાધન સામ્રગીઓ મળી કુલ કિ.રૂ.૩.૨૦.૪૬૨ /- ની મતાના મુદામાલની સાથે મળી આવતા ત્રણેય  આરોપીઓની વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યેવાહી કરી તેમનો અન્ય સાગરીત મંગલ મારવાડી તથા શંકર મારવાડી નામના ઇસમો રહે.વરાછા સુરત શહેર નાઓને વોન્ટેડ દર્શાવી આગળની વધુ તપાસ થવા સારૂ રાંદેર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.

(11:40 am IST)