Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારમાં "નર્મદા પત્રકાર સેવા સંઘ"ના સદસ્ય યુવા પત્રકાર દ્વારા શૈક્ષણિક કિટનું વિતરણ

(ભરત શાહ દ્વારા- રાજપીપળા : નવાં વર્ષની ઉજવણી નાં ભાગરૂપે નર્મદા જીલ્લાનાં  ડેડીયાપાડા અને સાગબારા તાલુકાનાં ગામોમાં પત્રકારો અને સેવાભાવી કાર્યકરો દ્વારા અનોખો સેવા યજ્ઞ કરી ઉજવણી કરવામાં આવી જેમાં જરૂરીયાતમંદ લોકોને નર્મદા જિલ્લાના જાગૃત પત્રકાર અને "નર્મદા પત્રકાર સેવા સંઘ"ના સદસ્ય સર્જન. એસ. વસાવા અને તેમની ટીમ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી હતી.
  નવા વર્ષ 2021માં નવો સંકલ્પ લઈ આદિવાસી વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે રુચિ વધે,સમાજ શિક્ષિત થાય,લોકો જાગૃત થઈ આગળ આવે તે હેતુથી નર્મદા જીલ્લાનાં ડેડીયાપાડા, સાગબારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બાળકોને શિક્ષણ કિટનું વિતરણ કરી મદદરૂપ થવા નાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
જેમાં સાગબારા તાલુકાના અમિયાર, ટાવલી ફળી, ચોપડવાવનાં નાના અને અભ્યાસ કરતાં બાળકોને  સ્ટેશનરી તેમજ બિસ્કિટનાં પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાળકોને પ્રોત્સાહીત કરવાં માટે પત્રકાર સર્જન વસાવા સાથે ગ્રેસ ફેલોશિપ ટ્રસ્ટનાં સંસ્થાપક ડૉ.સંદીપ રજવાડી,મનોજભાઈ,રમેશભાઈ તેમજ અન્ય પત્રકાર મિત્રો પણ હાજર રહ્યા હતાં અને આમ નવ વર્ષ ની અનોખી ઉજવણી કરી નવા વર્ષની શુભ શરૂઆત કરી હતી.

(9:27 am IST)