Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

નર્મદા જિલ્લામાં મંગળવારે 4 કોરોના પોજેટિવ કેસ નિકળતા જિલ્લાનો કુલ આંક 1764 પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ.કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં મંગળવારે 4 કોરોના પોજેટિવ કેસ નોંધાતા કુલ આંક 1764 પર પહોંચ્યો છે.
આજે જિલ્લામાં નોંધાયેલા કોરોના પોજેટિવ કેસ પૈકી રાજપીપળા આદિત્ય,1 માં -01,નાંદોદ તાલુકાના ભદામ ગામમાં-02 અને ચિત્રાવાડી માં-01 કેસ મળી જિલ્લામાં કુલ-04 પોજેટિવ કેસ જોવા મળ્યા હતા.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં 11 દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટરમાં 05 દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં 07 દર્દી દાખલ છે.આજે 02 દર્દીને રજા આપવામાં આવી છે, આજદિન સુધી જિલ્લામાં કુલ 1735 દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક 1764 પર પહોચ્યો છે.આજે વધુ 255 સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(9:23 am IST)