Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

સુરતમાં ઈડીએ ૨.૭૦ કરોડ રૂપિયાની પ્રોપર્ટી ટાંચમાં લીધી

પૂર્વ આઇટી અધિકારી PVS શર્માની મુશ્કેલી વધી : પીવીએસ શર્માએ નોટબંધીની રાત્રે ૧૧૦ કરોડ રૂપિયાનું કાળું નાણું સફેદ કરી નાખ્યાનો વિવાદ ચાલી રહ્યો છે

સુરત,તા.૫ : સુરતમાં નોટબંધી સમયે સુરતના એક જવેલર્સ દ્વારા કરોડો રૂપિયાનો ચૂનો લગાવામાં આવ્યો હતો. આ મામલે સુરતના ભાજપના આગેવાન ભૂતપૂર્વ આઇટી અધિકારી પીવીએસ શર્મા દ્વારા દેશના પીએમને ટ્વીટ કરીને જાણકારી આપી વિવાદમાં આવ્યા હતા. જે બાદ તેમની સામે આયકર વિભાગ દ્વારા દરોડા પાળ્યા બાદ મળી આવેલી મિલકતની તપાસમાં ઇડી સાથે જોડાઈને તપાસ કરતા અનેક કર ચોરી સામે આવતા પીવીએમ શર્મા સામે ઈડ્ઢએ સંકજો કસ્યો છે. ઈડીએ પીવીએમ શર્મા ફ્લેટ, શોપ, પ્લોટ અને એફડી સહિત ૨.૭૦ કરોડની પ્રોપર્ટી ટાંચમાં લીધી છે. સુરતના એક જ્વેલર્સ પર ભૂતપૂર્વ ઇક્નમટેક્સ અધિકારી પીવીએસ શર્માએ નોટબંધીની રાત્રે ૧૧૦ કરોડ રૂપિયાનું કાળું નાણું સફેદ કરી નાખ્યાનો વિવાદ ચાલી રહ્યો છે. ટ્વિટર પર મની- લોન્ડરિંગનો આરોપ લગાવી ચર્ચામાં આવ્યા હતા. કરોડો રૂપિયાના ટેક્સની ચોરી મામલે જાણકારી આપી ખુદ આઈટીની રડારમાં આવી ગયા હતા.

જે બાદ શર્માના ઘરે ઈક્નમટેક્સ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ૩ દિવસ ચાલેલી રેડમાં આઇકર વિભાગને મોટા પ્રમાણમાં કાળું નાંણુ અને કરોડો રૂપિયાનીની મિલકત મળી આવી હતી. આ મિલકત મળતાની સાથે આયકર દ્વારા તપાસ વધારવામાં આવી અને તપાસનો રેલો મુંબઈ ખાતે સુધી લાંબાવામાં આવ્યો હતો. જોકે, આ તપાસમાં પાછળથી ઇડી પણ તપાસમાં જોડાઇ હતી. પોતાના પર સકંજો કસાઇ રહ્યો હોય તેવું લગતા સંકેત મીડિયા પ્રા.લી.ના ડાયરેક્ટર પીવીએસ શર્માએ અગાઉ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. અગાઉ તેમના ઘરે આઈટીની રેડ પાડી ત્યારે ધરણા પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો. પીવીએસ શર્મા અને કંપનીના ડાયરેક્ટર સીતારામ અડુકીયા સામે આઈપીસી કલમ ૪૬૫, ૪૬૮, ૪૭૧, ૪૨૦ અને ૧૨૦(બી) મુજબનો ગુનો નોંધાયેલો છે.

(9:20 pm IST)