Gujarati News

Gujarati News

News of Monday, 6th January 2020

ગુજરાતમાં શિશુના મોતમાં કુપોષણની ભૂમિકા રહી છે

શિશુના ઓછા વજનના કેસ પણ મોટી સંખ્યામાં છે : શિશુના ઓછા વજનના કેસ પણ મોટી સંખ્યામાં છે

અમદાવાદ, તા. : ગુજરાતમાં બાળકોના મોતના મુદ્દે જોરદાર રાજનીતિ રૂ થઇ ગઇ છે. ગુજરાતમાં બાળકોના મોતમાં કુપોષણની પણ ભૂમિકા રહેલી છે. ફુડ એન્ડ ન્યુટ્રિશન સિક્યુરીટી એનાલીસીસ અથવા તો ખોરાક અને પોષણ સુરક્ષા નિરીક્ષણ સાથે સંબંધિત ૨૦૧૯ના અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત, ઝારખંડ, બિહાર, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યો બાળકોમાં ઓછા વજન સાથેની કેટેગરીમાં આવે છે. રાજ્ય સરકારે જૂન ૨૦૧૯માં ગુજરાત વિધાનસભામાં પણ ઉલ્લેખ કર્યો હતો કે, ગુજરાતમાં .૪૨ લાખ બાળકો ઓછા વજન ધરાવે છે જ્યારે બાળકો પૈકી ૨૪૧૦૧ બાળકો ખુબ વધારે પડતા ઓછા વજનથી ગ્રસ્ત થયેલા છે. રવિવારના દિવસે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સંદર્ભમાં જાગૃત્તિ જગાવવાની વાત કરી હતી. સગર્ભા આરોગ્ય અને પોષણ સાથે સંબંધિત મુદ્દાઓ ઉપર વાત કરી હતી. જુદા જુદા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત ઓછા વજનના બાળકોના રેશિયોના મામલામાં સૌથી ઉપર રહેલા રાજ્યોમાં સામેલ છે. પ્રતિ ૧૦૦ બાળકો મુજબ મુજબની ગણતરી કરવામાં આવી છે.

               બીજી બાજુ સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (એસઆરએસ) ૨૦૧૭ના રિપોર્ટના સંદર્ભમાં રાજ્ય સરકારે ગઇકાલે જવાબ આપ્યો હતો અને દાવો કર્યો હતો કે, ગુજરાત રાષ્ટ્રીય સરેરાશની સરખામણીમાં શિશુ મૃત્યુદરના મામલામાં વધુ સારી સ્થિતિ ધરાવે છે પરંતુ આજ રિપોર્ટમાં દાવો કરાયો છે કે, ગુજરાતમાં કુલ મોત પૈકી ૧૦. ટકા મોત શૂન્યથી વર્ષની વય વચ્ચે થઇ છે. ગુજરાતમાં તમામ વયગ્રુપમાં આંકડો સૌથી વધારે છે જ્યારે મૃત્યુદર ૭૦થી ૭૪ વર્ષમાં ૧૦. ટકા અને ૬૫થી ૬૯ વર્ષની વયગ્રુપમાં ૧૦. ટકા છે. તમામ વયગ્રુપમાં ઝીરોથી વર્ષની વયગ્રુપમાં મૃત્યુદર ૧૦. ટકાની આસપાસ છે.

(8:31 pm IST)