Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

રાજપીપળા શહેરમાં ભૂગર્ભ ગટર માટે ખોદાયેલા માર્ગો પર ડામરનું કામ શરૂ થતાં સ્થાનિકોમાં આનંદ

અગાઉ ગેસ લાઈનની કામગીરી પૂર્ણ થયા બાદ રસ્તા બનાવવાની વાત હતી પરંતુ હવે આધુનિક મશીનોથી ગેસ લાઇનની કામગીરી કરવાની હોય લાંબા સમયથી ખરાબ રસ્તા બનાવવાની કામગીરી શરૂ થઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નગર પાલિકાનું યુવા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે સુકાન સંભાળ્યું છે ત્યારથી ઘણા વિકાસ નાં કામો થયા છે અને હજુ બાકીના કામો થશે ત્યારે અગાઉ ભૂગર્ભ ગટર લાઇન માટે આખા શહેર માં ખોદકામ કર્યું હતું જેના કારણે તમામ માર્ગો તદ્દન ખરાબ થતા વાહન ચાલકો અને રાહદારીઓ તોબા પોકારી ઉઠ્યા હતા પરંતુ ગટર લાઈન નાં કામ બાદ ગેસ લાઈન નું કામ કરવાનું હોવાથી હાલમાં રસ્તા નહીં બને તેવી વાત સામે આવી હતી ત્યારે પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ ની સૂચના મુજબ ખરાબ રસ્તાઓથી ત્રાસી ગયેલા ગ્રામજનોની વારંવારની રજૂઆતને ધ્યાને લઇ હાલમાં તમામ માર્ગો પર ડામર ની કામગીરી ચાલુ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં આખા શહેર નાં રસ્તા ડામરના બનશે જેથી ખખડધજ રસ્તાથી ત્રાસી ગયેલા લોકોને રાહત મળશે.

આ મુદ્દે કુલદીપસિંહ ગોહિલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે ઘણા સમયથી લોકો ખરાબ રસ્તાનાં કારણે કંટાળી ગયા હતા અને તેમની ફરિયાદ આવતા અમે ગેસ લાઈન કામગીરી માટે અન્ય વિકલ્પ શોધી હવે આધુનિક મશીન દ્વારા કામગીરી કરીશું જેથી હાલમાં નવા બની રહેલા માર્ગો ને નુકશાન નાં થાય અને ઝડપી કામગીરી પૂર્ણ થશે અને આવનારા દિવસોમાં ગેસ તેમજ ભૂગર્ભ ગટર નો લાભ પણ લોકોને મળશે

 

(10:14 pm IST)