Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

મોટા સુકાઆંબા ગામે પોલીસે જુગાર રમતા સાત શખ્શોને રૂ .૩૭,૫૮૦ ના જુગારના મુદ્દામાલ સાથે ઝડપી લીધા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકામાં મોટા સુકાઆંબા ગામમા ચાલતા જુગાર પર પોલીસે રેડ કરી ત્યાં જુગાર રમતા જુગારીયાઓને મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા

 મળતી વિગતો અનુસાર દેડીયાપાડા પોલીસે બાતમીના આધારે મોટા સુકાઆંબા ગામમાં ચાલતા જુગાર ઉપર છાપો મારી(૧) રમણભાઇ કરશનભાઇ વસાવા (૨) આશીષભાઇ કરશનભાઈ વસાવા (૩) મહેશભાઇ રાયસીંગભાઈ વસાવા (૪) નરેશભાઇ રામસીંગભાઈ વસાવા (૫) દિનેશભાઇ છગનભાઇ વસાવા (૬) જયેશભાઇ દિવાનજીભાઇ વસાવા (૭) રૂપસીંગભાઇ વસાવા (તમામ રહે.મોટા સુકાઆંબા ગુંદી ફળીયું તા.દેડીયાપાડા જિ.નર્મદા ) નાઓને નરપતભાઇ કરશનભાઇ વસાવાની ઘરની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં હાર-જીતનો જુગાર રમી રમાડતા ઝડપી લીધા હતા તેમની અંગ ઝડતીમાંથી રોકડા રોકડા રૂ.૧૦,૬૧૦ તેમજ મોબાઇલ નંગ-૪ કિં.રૂ.૨૦,૦૦૦  તથા દાવ ઉપરથી મળી આવેલ રોકડા રૂ.૬૯૭૦ મળી કુલ કિં.રૂ.૩૭,૫૮૦ ના જુગારના મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે ગુનો દાખલ કર્યો છે.

 

(10:12 pm IST)