Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં 19 ગામોમાં ચાલતા ખાનગી બાંધકામ સામે નોટિસ કાઢી

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ (SOUADTGA) ની દ્વિતિય હદ વિસ્તારમાં સમાવેશ થતાં ગરૂડેશ્વર તાલુકાના ગામોમાં ચાલતાં બાંધકામો તાત્કાલીક અસરથી બંધ કરાવવા ટીડીઓ, મામલતદાર અને ગામના તલાટીઓને સૂચના

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કેવડિયા એકતા નગરના વિસ્તરમાં દિન પ્રતિ દિન લાખો પ્રવાસીઓ વધી રહ્યા છે છેલ્લા 4 વર્ષમાં પ્રવાસીઓની સંખ્યાએ 1 કરોડનો આંકડો પાર  કરી લીધો છે ત્યારે પ્રવાસીઓની રહેવા જમવા સહીત ચા નાસ્તાની સુવિધાઓ ઉભી થાય સરળતાથી પ્રવાસીઓને બધી ચીજવસ્તુઓ મળી રહે એ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી કંપનીઓ અને ખાનગી એજન્સીઓને આમંત્રણ આપવામાં આવ્યું અને કેવડિયા વિસ્તારમાં રોકાણ કરવા હવે લોકોએ પડાપડી કરી છે સ્થાનિકો અને બહારના લોકો પણ હોટેલ ટેન્ટસિટી અને ધાબા ખોલી પ્રવાસીઓ ને આવકારે છે ત્યારે હવે સત્તા મંડળ વિકાસ થઇ રહ્યો છે તેમાં રોડા  નાખતા હોય તેમ સત્તામંડળમાં સમાવેશ 19 ગામોની હદ વધારી SOUADTGA) દ્વારા  દ્વિતિય હદ વિસ્તારમાં સમાવેશ થતાં ગરૂડેશ્વર તાલુકાના ગામોમાં ચાલતાં બાંધકામો તાત્કાલીક અસરથી બંધ કરાવવા ટીડીઓ, મામલતદાર અને ગામના તલાટીઓ ને સૂચના આપી કામો અટકાવી રહ્યા છે જે કામગીરી શંકાના દયારામ આવી રહી છે. અને રોકાણકારોમાં રોસ ફેલાયો છે.

મળતી માહિતી અનુસાર તાજેતર માં ગરુડેશ્વર તાલુકાના મામલતદાર ટીડીઓ અને તમામ ગ્રામપંચાયત ને SOUADTGA દ્વારા એક નોટિસ આપવામાં આવી છે જેમાં સ્પષ્ટ લખ્યું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ (SQUADTGA)ની દ્વિતિય હદ વિસ્તારની દરખાસ્ત સરકારમાં મંજૂરી અર્થે સાદર કરવામાં આવેલ છે. જેથી આ ગામોમાં જમીન માલિકો દ્વારા હાલમાં ગેસ્ટ હાઉસ, ટેન્ટ હાઉસ, રેસ્ટોરન્ટ, હોમ સ્ટે, રીસોર્ટ, તથા રહેણાંક (સોસાયટી) માટે બાંધકામ કરવામાં આવી રહેલ છે. જે બાંધકામોને લગતા સાધનિક પુરાવાઓ જેવા કે, જમીન માલીકીનો રેવન્યુ રેકર્ડ (7/12, 8/એ, ગામ નમુના નં.6), નગર નિયોજક, નર્મદા (રાજપીપલા) કચેરી દ્વારા અભિપ્રાય સહ પાઠવેલ લેઆઉટ પ્લાન બિલ્ડીંગ પ્લાન, ગ્રામ પંચાયત દ્વારા પાઠવેલ બાંધકામ પરવાનગી, રજાચિઠ્ઠી  અથવા સક્ષમ અધિકારી તરફથી પાઠવેલ બિનખેતી હુકમ, ચીફ ફાયર ઓફીસર, રાજપીપલા અથવા રીજીનલ ફાયર ઓફીસર, સુરત પાસેથી મેળવેલ ફાયર અંગે "ના વાંધા પ્રમાણપત્ર તથા હોટલમાં ફાયર હાઇડ્રન્ટ સીસ્ટમ લગાવેલ હોય તો તેના ફોટોગ્રાફ્સની પ્રમાણિત નકલ વિગેરે આનુસાંગિક પુરાવા દિન-7માં રજુ કરવા જમીન માલિક  કબજેદારોને નોટિસ આપવામાં આવી છે. અને તાત્કાલિક અસર થી કામગીરી બંધ કરવાની સૂચના પણ આપવામાં આવી છે. જોકે આવી કનડગત કરવામાં આવશે તો રોકાણ કોણ કરશે.
SQUADTGAની દ્વિતિય હદ વિસ્તરણમાં સમાવેશ થઇ રહેલ ગામોની યાદી -
ગરૂડેશ્વર, ભાણાદરા, બોરિયા, ભીલવાસી, ઉમરવા (જોષી),મીટી રાવલ, નાની રાવલ, વાંસલા (પૂર્ણ ગામ ) એકતેશ્વર, ગાભાણા, કોઠી, ખડગદા, ગાડકોઇ,  આમદલા,  ખલવાણી, પંચમુળી, વડગામ (પૂર્ણ ગામ) આ 18 ગામો ના કેટલાક પાર્ટ નો અમાવેશ કરવામાં આવ્યો છે. જયારે જે ત્રણ પૂર્ણ ગામ નો સમાવેશ કરવામાં આવ્યો છે

(10:07 pm IST)