Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

મારા બજરંગબલીની ગદા ફરશે તો જે લોકોએ મારા પર અન્‍યાય કર્યો છે એ બધાન ખબર પડી જશેઃ વડોદરાની વાઘોડિયા બેઠકના અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્‍તવનું નિવેદન

વિકાસના કાર્યો 30 વર્ષથી કર્યા છે, લોકોના સુખ-દુઃખ જોયા છે, આટલા વર્ષોથી લોકોની મદદમાં મેં મારી જવાની ઢાળી દીધી છેઃ મધુ શ્રીવાસ્‍તવ

વડોદરાઃ વાઘોડિયામાં ત્રિકોણીયો જંગ સર્જાતા આ બેઠકના અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્‍તવે એવુ નિવેદન કર્યુ છે કે, મારા બજરંગબલીની ગદા ફરશે તો જે લોકોએ મારા પર અન્‍યાય કર્યો છે એ બધાને ખબર પડી જશે. હું સારા વોટથી જીતીશ.

ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણીમાં કેટલીક બેઠકો એવી છે, જ્યાં રસાકસીભર્યો જંગ છે. જેમાં વડોદરાની બે બેઠકોનો સમાવેશ થાય છે, વાઘોડિયા અને પાદરા. ત્યારે વાઘોડિયા બેઠકથી ભાજપે ટિકિટ ન આપતા અપક્ષ ઉમેદવારી કરનાર મધુ શ્રીવાસ્તવ માટે આ ચૂંટણી ભવિશ્યનો ફેંસલો કરતી ચૂંટણી છે. ત્યારે વોટ કરતા પહેલા મધુ શ્રીવાસ્તવ વિરોધીઓ પર વરસ્યા હતા.

વોટ કરતા પહેલા મધુ શ્રીવાસ્તવે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, જંગ લડી રહ્યાં છે, જંગમાં જીત થવાની નિશ્ચિત છે. મને મારા બજરંગબલી પર વિશ્વાસ છે, મારા પરિવાર પર વિશ્વાસ છે. વાઘોડિયાના તમામ વર્ગના મતદારોએ નક્કી કરી લીધું છે કે અમને મધુ શ્રીવાસ્તવ જોઈએ. મધુ શ્રીવાસ્તવ લાવીશં. મધુ શ્રીવાસ્તવ તુમ આગે બઢો હુમ તુમ્હારે સાથ હૈ એ નારો લઈને હું વોટિંગ કરવા જઈ રહ્યો છું. મારી પ્રજા મને વોટ આપશે અને હું સારા વોટથી જીતીશ. 

વાઘોડિયામાં ચતુષ્કોણીય જંગ વિશે તેમણે કહ્યું કે, મં વિકાસના કાર્યો 30 વર્ષથી કર્યાં છે. લોકના દુખસુખ જોતો આવ્યો છે. આટલા વર્ષોથી લોકોની મદદમાં મેં મારી જવાની ઢાળી દીધી છે. મેં વાઘોડિયા માટે આખું જીવન ગુજારી દીધું છે. મારા સામે કોઈ છે જ નહિ, તેથી હું કંઈ કહેવા માંગતો નથી. કેટલા લીડથી જીતીશ એ તો મારા બજરંગબલી કહેશે. મારા બજરંગબલીની ગદા ફરશે તો જે લોકોએ મારા પર અન્યાય કર્યો એ બધાને ખબર પડી જશે. જે લોકોએ વિશ્વાસ કર્યો છે તેમને ખ્યાલ આવશે. મારી જીતની લીડ તો મારા બજરંગબલી દાદા નક્કી કરશે. પવનપુત્ર પ્રમાણે અગાઉ કરતા વધુ લીડ આવશે. 

તો જીત થશે તો કયા પક્ષ સાથે જશે તેવુ પૂછતા તેમણે કહ્યું કે, હું કોઈનો હાથ નહિ પકડું, મારી પ્રજા કહેશે તેમનો હાથ પકડીશ.

(5:31 pm IST)