Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

101 વર્ષના રેવાબાએ પાલનપુરના નવા લક્ષ્મીપુરામાં ઉત્‍સાહભેર મતદાન કર્યુઃ લોકો મતદાન કરી લોકશાહી પર્વમાં નૈતિક ફરજ નિભાવે તેવી અપીલ કરી

મેં પણ મતદાન કર્યુ છે, તમે બધા પોતાના પરિવારની સુખાકારી માટે મતદાન કરોઃ રેવાબા

બનાસકાંઠાઃ પાલનપુરના નવા લક્ષ્મીપુરામાં 101 વર્ષીય રેવાબાએ લાકડીના ટેકે ચાલીને મતદાન કર્યુ હતુ. તેમણે લોકોને અપીલ કરી હતી કે, લોકશાહી પર્વમાં તમે તમારા પીરવારની સુખાકારી માટે મતદાન કરો.

ચૂંટણીમાં મતદાન કરીને નાગરિક ધર્મ તો મોટાભાગનાં લોકો નિભાવે છે, જો કે કેટલાક લોકો એવા પણ છે, જેઓ તેનાથી આગળ વધીને અન્ય લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરે છે. આવા જ કેટલાક કિસ્સા અમે આપને દેખાડીશું, જેમાં લોકો અવનવી રીતે લોકોને મતદાન કરવા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન માટે ઉત્તર અને મધ્ય ગુજરાતના મતદારો તૈયાર છે. મતદાન માટે ઉત્સાહ છે...કેટલાક લોકો મતદાન કરવા બીજા લોકોમાં પણ ઉત્સાહ વધારી રહ્યા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાની મતદાન પ્રક્રિયા ચાલી રહી છે યુવાનો હોય વૃદ્ધો હોય તમામ લોકો પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા મતદાન કેન્દ્ર પર પહોંચી રહ્યા છે, ત્યારે પાલનપુરના નવા લક્ષ્મીપુરા મતદાન કેન્દ્ર પર 102 વર્ષના રેવાબેન પટેલે પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો.

લોકશાહીના મહાપર્વ મતદાન દિવસની સૌ કોઈ ઉજવણી કરી રહ્યું છે તે વચ્ચે જ બનાસકાંઠા જિલ્લાની 9 બેઠકો પર ચૂંટણીનો જંગ જામ્યો છે અને આ ચૂંટણીના જંગમાં સૌ કોઈ યુવાનો વૃદ્ધો સહિતના લોકો પોતાના મત અધિકારનો ઉપયોગ કરવામાં મતદાન કેન્દ્રો પર પહોંચી રહ્યા છે ત્યારે પાલનપુરના નવા લક્ષ્મીપુરામાં આવેલી પ્રાથમિક શાળા બુદ્ધ કેન્દ્ર પર મતદારોની લાંબી કતારો લાગી છે જેમાં 102 વર્ષના રેવાબેન પટેલ નામના વૃદ્ધ બા એ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો છે અને વહેલીમાં વહેલી તકે લોકો પોતાના મત અધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં ભાગરૂપ બને તેવી લોકોને અપીલ કરી છે. 

લાકડીના ટેકે મતદાન બૂથ સુધી આવનાર વૃદ્ધા રેવાબાએ કહ્યું કે,  મેં મતદાન કર્યું છે. તમે બધા પણ પોતાના પરિવારની સુખાકારી માટે મતદાન  કરો.

(5:30 pm IST)