Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

સોની સબના શો દિલ દિયાં ગલ્લાંમાં રવિ ગોસાઈ રણદીપની ભૂમિકામાં

(કેતન ખત્રી), અમદાવાદઃ રવિ ગોસાઈએ નાના પડદા સાથે બોલીવૂડમાં પણ તેનું નામ સ્‍થાપિત કર્યું છે. તેણે ભજવેલી અજોડ ભૂમિકાઓને કારણે ફિલ્‍મ જગતમાં તેને આદર મળ્‍યો છે. સોની સબના ટૂંક સમયમાં જ લોન્‍ચ થનારા શો દિલ દિયાં ગલ્લાંમાં રવિ ગોસાઈને રણદીપની ભૂમિકા ભજવવા માટે રોકવામાં આવ્‍યો છે.રવિ રણદીપની ભૂમિકા ભજવી રહ્યો છે, જે દિલપ્રીત (પંકજ બેરી) અને સંજોત (જસજિત બબ્‍બર)નો બીજો પુત્ર છે. રણદીપ દયાળુ છે. તે બહેતર પુત્ર બનવા માગે છે, પરંતુ તેમાં નિષ્‍ફળ જાય છે. તેનો નિરાશાવાદ જ પરિવારમાં મતબેદનું એક કારણ છે. માતા- પિતા ભાઈ પર વધુ પ્રેમ કરતા હોવાથી તે માતા- પિતાનો પ્રેમ અને આદર પ્રાપ્ત કરવા સખત જહેમત ઉઠાવે છે. આમ છતાં પુત્રી અને પત્‍ની વચ્‍ચેનું જોડાણ અજોડ છે. તે હાસ્‍ય અને રોમાંચથી ભરપૂર છે. આ જોડાણ તેના જીવનમાં સંઘર્ષ અને નાની ખુશીઓ વચ્‍ચે સંતુલન રાખે છે.

આ પાત્ર ભજવવા વિશે રોમાંચિત રવિ ગોસાઈ કહે છે, પાત્રમાં ઘણું બધું છે, પરંતુ તે બીજો પુત્ર હોવાથી અને ભાઈ મનદીપની ઉત્‍કળષ્ટતાથી ઢંકાઈ ગયો છે એવું હંમેશાં મહેસૂસ કરીને પિતા દ્વારા સરાહના માટે અનુરોધ કરે છે. તે એવું માને છે કે અન્‍યો તેનાથી વધુ સારા છે અને નિષ્‍ફળતાઓથી દૂર જઈ શકતો નથી.

(4:34 pm IST)